Site icon

કેન્સરથી પીડિત અભિનેતા સંજય દત્તની  તસવીર થઈ વાયરલ, નેટીઝને અભિનેતાના સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરી…જાણો વિગતે… 

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓક્ટોબર 2020
હાલ સોશિયલ મીડિયા પર અભિનેતા સંજય દત્ત ની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અભિનેતા  શારીરિક રીતે ખુબ નબળા જોવા મળી રહ્યાં છે. આ ફોટો હોસ્પિટલના સ્ટાફમાં કોઈએ તેમની સાથે ક્લિક કર્યો છે. સામે આવેલ તસવીરમાં સંજય દત્તનું વજન ખુબ ઘટી ગયું છે.

આ ફોટોમાં તેમનો લુક પણ અલગ લાગી રહ્યો છે. ફેન્સ તેમની રિકવરી માટે દુવા માગી રહ્યાં છે. જલદી સાજા થવાની કામના કરતા એક યૂઝરે લખ્યુ, 'બાબા ખૂબ નબળા દેખાઈ રહ્યા છે. હું તેઓ જલદી સાજા થાય તે પ્રાર્થના કરુ છું.’ 0બીજા અન્ય એક યૂઝરે લખ્યું- આશા કરુ છું કે, તેઓ જલદી સારા થશે.’ 

નોંધનીય છે કે સંજય દત્તનું સ્વાસ્થ્ય સારૂ નથી. તેમણે ગત 11 ઓગસ્ટે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, તેઓ સારવાર માટે થોડો સમય રજા લઈ રહ્યાં છે. પરંતુ અભિનેતા અને તેમના પરિવાર દ્વારા સત્તાવાર નિવેદન અપાયું નથી કે તેમને શું સમસ્યા છે. દરમિયાન તેમના સ્વાસ્થ્યને લઈને કોમલ નાહટાએ કહ્યું હતું કે, અભિનેતા લંગ કેન્સરની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

Exit mobile version