Site icon News Continuous Bureau | Mumbai

OTT પર રિલીઝ થઇ સંજય મિશ્રા અને નીના ગુપ્તાની ‘વધ’, યુઝર્સે કરી સ્ટોરી ની પ્રશંસા

નીના ગુપ્તા અને સંજય મિશ્રા ની સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મ 'વધ' હવે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ છે અને તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 9 ડિસેમ્બર 2022 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

sanjay mishra neena gupta vadh movie releases on netflix fans praise it

OTT પર રિલીઝ થઇ સંજય મિશ્રા અને નીના ગુપ્તાની 'વધ', યુઝર્સે કરી સ્ટોરી ની પ્રશંસા

News Continuous Bureau | Mumbai

સંજય મિશ્રા અને નીના ગુપ્તા સાથે ‘વધ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનાર ડિરેક્ટર જસપાલ સિંહ સંધુ હવે પોતાની નવી ફિલ્મ સાથે તૈયાર છે. આ એક હોરર ફિલ્મ હશે જે 1950ના દાયકાની વાર્તા પર આધારિત હશે. જસપાલ સિંહ સંધુ એ ‘વધ’ ફિલ્મ થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ હતી અને હવે જસપાલ તેની સિક્વલનું આયોજન કરી રહ્યો છે. વાસ્તવમાં ‘વધ’ નો અંત ખુલ્લો રાખવામાં આવ્યો હતો અને આગળની વાર્તા ત્યાંથી શરૂ થશે.આ દરમિયાન ‘વધ’ પણ ફરી એકવાર ચર્ચામાં છે. સંજય મિશ્રા અને નીના ગુપ્તા સ્ટારર ફિલ્મ OTT પર 3 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે અને તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એક કલાક અને 49 મિનિટ ની આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થઈ છે ‘વધ’ 9 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 60 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

Join Our WhatsApp Channel

 

‘વધ’ જોઈને લોકો એ કર્યા ફિલ્મ ના વખાણ 

ફિલ્મ જોયા બાદ યુઝર્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે અને ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. લોકો કહે છે કે ‘વધ’ એક અદ્ભુત ફિલ્મ છે, પરંતુ તેને જેટલા રાઇટ્સ મળવા જોઇએ તેટલા મળ્યા નથી. એક યુસરે લખ્યું છે , ‘હમણાં જ જોઈ એક શબ્દ માં કહીએ તો અદભુત સંજય સર ના અભિનય નો જવાબ નથી’ આ રીતે લોકો નીના ગુપ્તા અને સંજય મિશ્રા ના વખાણ કરી રહ્યા છે. 

 

વધ ની વાર્તા 

ફિલ્મ ‘વધ’ની એક વૃદ્ધ યુગલની વાર્તા છે. ગ્વાલિયરમાં એક નિવૃત્ત શિક્ષક તેની પત્ની સાથે મધ્યમ વર્ગનું જીવન જીવે છે. જ્યારે તેમનો યુવાન પુત્ર વિદેશમાં અભ્યાસ કરવાનું નક્કી કરે છે ત્યારે તેમનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. ત્યારે જ વાર્તામાં એક ખૂન થાય છે અને બધી ઘટનાઓમાં પેચ ઉભો થાય છે. ફિલ્મમાં સંજય મિશ્રા અને નીના ગુપ્તાની સાથે સૌરભ સચદેવ, માનવ વિજ, ઉમેશ કૌશિક, દિવાકર કુમાર, રંજલ પટેરિયા અને અભિતોષ સિંહે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મમાં સંજય મિશ્રાના અભિનયની ખાસ પ્રશંસા કરવામાં આવી હતી.

Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Shah Rukh Khan King Promo Attached With Ramayana સિનેમાઘરોમાં ડબલ ધમાકો રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ ૧’ સાથે જોવા મળશે શાહરૂખ ખાનની ‘કિંગ’નો સ્પેશિયલ પ્રોમો
Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Exit mobile version