Site icon

શું ફ્લાઇટમાં શુભમન ગિલ સાથે બેઠી હતી સારા અલી ખાન-આ 2 વીડિયોથી ગરમાયું અફવાઓનું બજાર

News Continuous Bureau | Mumbai

સારા અલી ખાન અને શુભમન ગિલ આ દિવસોમાં ખૂબ ચર્ચાનો વિષય છે. તાજેતરમાં સારા અલી ખાન (Sara Ali Khan)અને શુભમન ગિલના (Shubman Gill)નવા વીડિયોએ તેમના સંબંધોની અટકળોને વધુ બળ આપ્યું છે.હાલમાંજ બે વીડિયો સામે આવ્યા જેમાં સારા અને શુભમનને હોટલમાંથી(hotel) બહાર નીકળતા અને પછી ફ્લાઈટમાં(flight) એકબીજાની બાજુમાં બેઠેલા બતાવવામાં આવ્યા હતા. તાજેતરમાં, અમને સોશિયલ મીડિયા પર બે વીડિયો મળ્યા જેમાં સારા તેના કથિત બોયફ્રેન્ડ શુભમન ગિલ સાથે જોઈ શકાય છે. આવો જાણીએ બંને ક્યાં સ્પોટ થયા હતા.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન ક્રિકેટર(cricketer) શુભમન ગિલને ડેટ કરી રહી છે. આવી અફવાઓ સોશિયલ મીડિયા(social media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંને પહેલા એક રેસ્ટોરન્ટમાં(restaurant) સાથે જમતા જોવા મળ્યા હતા અને હવે ફરીથી બંનેને સ્પોટ કરવામાં આવ્યા છે. આ સાથે સારા અને શુભમન ગિલ હોટલની લોબીમાંથી(hotel loby) બહાર નીકળતા જોઈ શકાય છે, સારા બહાર આવે છે સાથે  જ શુભમન જેવો દેખાતો વ્યક્તિ તેની પાછળ આવતો જોવા મળી રહ્યો છે.

આ સિવાય બીજા વિડિયોમાં સારા પ્લેનમાં(plane) તેના ફેન્સ સાથે સેલ્ફી લેતી અને પછી તે જ વ્યક્તિ (શુભમન ગિલ) ની બાજુમાં બેસતી જોઈ શકાય છે. એક યુઝરે ટ્વિટર(twitter) પર લખ્યું, 'કદાચ હું ખોટો હોઉં પણ એવું લાગે છે કે શુભમન અને સારા એકબીજાની બાજુમાં બેઠા છે. હોટલનો વીડિયો શેર કરતા તે જ ફેને લખ્યું કે, શું તેઓ સારા અને શુભમન ફરી સાથે છે? આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ(video viral) થઈ રહ્યો છે અને ચાહકો પણ તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હા, તે જ છે તેથી મને લાગે છે કે તેઓ સત્તાવાર રીતે ડેટિંગ કરી રહ્યાં છે." એકે લખ્યું, "જ્યાં સુધી તે તેની મેચ જોવા નહીં આવે ત્યાં સુધી વિશ્વાસ નહીં થાય."

આ સમાચાર પણ વાંચો : આ દિગ્ગજ અભિનેતા ના જન્મદિવસ પર થયું હતું કિશોર કુમારનું અવસાન-તે દિવસ પછી એક્ટરે ન હતો ઉજવ્યો તેમનો જન્મદિવસ-જાણો રસપ્રદ કિસ્સો

The Kerala Story 2 Controversy: મોટો વિવાદ! ‘ધ કેરલ સ્ટોરી ૨’ સામે કેરળના મુખ્યમંત્રી લાલઘૂમ, જનતાને કરી ખાસ અપીલ; જાણો કેમ ગરમાયું રાજકારણ.
Alia Bhatt Gift for Katrina’s Son: ‘આલિયા ભટ્ટે કટરિનાના પુત્ર વિહાન માટે મોકલી ખાસ ગિફ્ટ: સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ; બંને અભિનેત્રીઓ વચ્ચે જોવા મળ્યો અતૂટ પ્રેમ
Vijay Rashmika Wedding Invitation Box: વિજય-રશ્મિકાના લગ્નનું શાહી ઇન્વિટેશન બોક્સ આવ્યું સામે: મહેમાનોને મળશે લક્ઝરી ગિફ્ટ્સ; જાણો શું છે બોક્સની અંદર ખાસ ચીજો
Ghooskhor Pandat Title Controversy: વિવાદ બાદ બદલાશે મનોજ બાજપેયીની ફિલ્મનું નામ, મેકર્સે સુપ્રીમ કોર્ટમાં માફી માંગી નવું ટાઇટલ રાખવાની કરી જાહેરાત.
Exit mobile version