Site icon

Sara ali khan : નવાબની દીકરી રાખે છે મધ્યમ વર્ગની વિચારસરણી, તેના કબાટ માં નથી એક પણ ડિઝાઇનર કપડાં

સારા લોકપ્રિય સ્ટાર અને નવાબ સૈફ અલી ખાનની પુત્રી છે. પણ તેની આદતો નવાબની નથી કે તેને પિતાના પૈસાનું અભિમાન નથી. તાજેતરમાં, અભિનેત્રીએ શેર કર્યું હતું કે તેની પાસે કોઈ ડિઝાઇનર કપડાં પણ નથી.

Sara ali khan does not have a single pair of designer clothing in her wardrobe

Sara ali khan does not have a single pair of designer clothing in her wardrobe

News Continuous Bureau | Mumbai 

Sara ali khan  : અભિનેત્રી સારા અલી ખાન અવારનવાર એક યા બીજા કારણોસર ચર્ચાનો વિષય બની રહે છે. સારા લોકપ્રિય સ્ટાર અને નવાબ સૈફ અલી ખાનની દીકરી છે. પણ તેની આદતો નવાબની નથી કે તેને પિતાના પૈસાનું અભિમાન નથી. ક્યારેક સારા મુંબઈમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળે છે તો ક્યારેક તે દિલ્હી અને મુંબઈમાં સ્ટ્રીટ શોપિંગ કરતી જોવા મળે છે. આ ઉદાહરણો સ્પષ્ટપણે દર્શાવે છે કે અભિનેત્રી જમીન સાથે કેટલી જોડાયેલી છે.

Join Our WhatsApp Community

સારા અલી ખાન પાસે નથી ડિઝાઈનર કપડાં

આ સમાચાર પણ વાંચો : Maharashtra Gujarat Border Dispute: ગુજરાત મહારાષ્ટ્ર સીમા વિવાદ પર ઉંમરગાવના રહેવાસીઓનો આક્ષેપ….. આ ગ્રામ પંચાયતની નજીક આટલા કિલમિટરના અતિક્રમણનો દાવો.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો…

તાજેતરમાં, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રીએ મીડિયા સાથે હંમેશા સેલિબ્રિટી ન બની રહેવાનું કારણ શેર કર્યું. સારાએ શેર કર્યું કે જ્યારે તે ફિલ્મના સેટ પર ન હોય ત્યારે તેને સેલિબ્રિટી તરીકે નું વર્તન કરવાનું પસંદ નથી. અભિનેત્રીએ ઉમેર્યું, “લોકો સેલિબ્રિટીઝ પાસેથી ઈમાનદારી અને પ્રમાણિકતા શોધી રહ્યા છે. સારાએ આગળ કહ્યું, ‘મને ફિલ્મો સિવાય હું જે છું તે જ બનવું પસંદ કરું છું. પછી તે ભીના વાળ સાથે એરપોર્ટ જવું હોય કે જરૂર સિવાય મેકઅપ વગર રહેવું. આ દરમિયાન સારાએ એમ પણ કહ્યું કે તેની પાસે ડિઝાઈનર કપડાની એક પણ જોડી નથી અને તેનાથી તેને કોઈ ફરક નથી પડતો.’સારા કહે છે કે તે ડિઝાઈનર કપડા પહેરવાને બદલે સંપૂર્ણ ઈમાનદારી સાથે જેવી છે તેવી રહેવાનું પસંદ કરે છે. તેને આ વાત પર ગર્વ છે. સારાએ કહ્યું કે પહેલા લોકો તેને એક પણ ડિઝાઇનર આઉટફિટ ન હોવાને કારણે જજ કરતા હતા. પછી ધીમે ધીમે લોકો આ માટે તેના વખાણ કરવા લાગ્યા અને હવે આ વસ્તુઓ તેની ઓળખ બની ગઈ છે.

O’Romeo Legal Trouble: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ ફસાઈ કાયદાકીય ગૂંચમાં! હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફટકારી નોટિસ, જાણો સમગ્ર મામલો
K3G Trivia: ‘બોલે ચૂડિયા’ ગીત માટે કરન જોહરે કેમ બજેટની મર્યાદાઓ તોડી નાખી? જાણો આ આઇકોનિક ગીત પાછળ થયેલા કરોડોના ખર્ચની કહાની
Samantha Ruth Prabhu on Haq: યામી ગૌતમની ફિલ્મ ‘હક’ જોઈને સામંથા રુથ પ્રભુ થઈ આફરીન: સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કર્યા મન ભરીને વખાણ
Toxic Scene Controversy: ‘ટોક્સિક’ વિવાદમાં ફસાયા રોકી ભાઈ: યશનો જૂનો વીડિયો વાયરલ થતા લોકોએ કહ્યું- “પૈસા માટે બદલાઈ ગયા”, જાણો શું છે સમગ્ર મામલો.
Exit mobile version