Site icon

સારા અલી ખાને અક્ષય કુમારને આપ્યું નવું નામ, આ અભિનેતા સાથે છે ખાસ કનેક્શન ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર

અક્ષય કુમાર અને સારા અલી ખાનની ફિલ્મ 'અતરંગી રે' આ મહિને 24 ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં રજનીકાંતના જમાઈ ધનુષે પણ કામ કર્યું છે. આ ફિલ્મમાં સારા અલી ખાન પણ અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે, જે પોતાનાથી ઘણા વર્ષ નાની  છે. હાલમાં જ સારા અલી ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમાર વિશે વાત કરી હતી. આ સાથે સારાએ અક્ષય કુમારને એક નવું નામ પણ આપ્યું છે, જેનું કનેક્શન એક સુપરસ્ટાર સાથે છે.

ઈન્ટરવ્યુ દરમિયાન સારા અલી ખાને ફિલ્મની સ્ટારકાસ્ટ, ડિરેક્ટર અને સ્ટોરી વિશે પણ વાત કરી. આ દરમિયાન સારાએ કહ્યું- મેં પહેલીવાર અક્ષય કુમાર અને ધનુષ સર સાથે કામ કર્યું છે. અક્ષય સરની અંદર એટલી ઉર્જા અને સ્પાર્ક છે કે તે કોઈને પણ પ્રભાવિત કરી શકે છે. હું તેને નોર્થ નો 'થલાઈવા' કહું છું.બીજી તરફ ધનુષ સર પોતાનામાં એક પ્રેરણા છે. તે  એક મૂવિંગ એક્ટિંગ સ્કૂલ છે. તે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા છે. તમને જણાવી દઈએ કે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને તેમના ફેન્સ થલાઈવા નામથી બોલાવે છે.સારા અલી ખાને વધુમાં કહ્યું કે સેટ પર દરરોજ મને આ બંને પાસેથી કંઈકને કંઈક શીખવા મળતું હતું. અમે સેટ પર ખૂબ મજા કરી અને ઘણું શીખ્યા. અમારે સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી 12 કલાકની શિફ્ટ થતી. ઘણી વખત હું સેટ પર જ ધનુષ સરના સીન જોતી  હતી.

‘અનુપમા’ ની ટીમમાં જોડાતા પહેલા અનેરી વજાની છે ખૂબ જ નર્વસ, કહી આ વાત ; જાણો વિગત

ફિલ્મમાં સારા અલી ખાને રિંકુ સૂર્યવંશી નામની છોકરીની ભૂમિકા ભજવી છે, જે વિશુ નામના તમિલ છોકરા સાથે બળજબરીથી લગ્ન કરે છે. વિશુની ભૂમિકા સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર ધનુષે ભજવી છે. ફિલ્મના ટ્રેલરમાં વિશુને કેટલાક લોકો બોરીમાં લઈને આવે છે અને તેના રિંકુ સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવે છે. તે જ સમયે, રિંકુ એટલે કે સારા અલી ખાન આ જબરદસ્તી લગ્નની વિરુદ્ધ છે અને તે પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરવા માંગે છે.રિંકુ અક્ષય કુમાર (શહેઝાદ)ના પ્રેમમાં છે. રિંકુ અને વિશુ નક્કી કરે છે કે બંને પોતપોતાની જિંદગી જીવશે, લગ્નને અનુસરશે નહીં પરંતુ દરેક વાર્તાની જેમ આ ફિલ્મમાં પણ હીરો-હિરોઈન અંતે પ્રેમમાં પડે છે. પરંતુ આ ફિલ્મ માં એક  ટ્વિસ્ટ છે, જે તમને ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Exit mobile version