Site icon

સારા અલી ખાન વિકી કૌશલ સાથે કામ કરવાને માને છે પોતાનું સૌભાગ્ય, આ ડિરેક્ટરની આગામી ફિલ્મમાં જોવા મળશે તેમની જોડી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

સારા અલી ખાન ટૂંક સમયમાં આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળશે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મના પ્રમોશનમાં સારા ખૂબ જ વ્યસ્ત છે. સારાની સાથે આ ફિલ્મ માં અક્ષય કુમાર અને સાઉથ એક્ટર ધનુષ પણ તેની સાથે જોવા મળવાના છે. સારા આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે તે અભિનેતા વિકી કૌશલ સાથે રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં કામ કરવા માટે પણ તૈયાર છે, એટલું જ નહીં, સારા વિકી સાથે કામ કરવાને પોતાનું  સૌભાગ્ય માને છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે વિકી કૌશલ અને સારા અલી ખાન એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ કરવા જઈ રહ્યા છે. તેનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરશે. લક્ષ્મણની છેલ્લી રિલીઝ ફિલ્મ 'મીમી' છે.જો કે સારા-વિકીની ફિલ્મને લઈને લક્ષ્મણ ઉતેકર જે ફિલ્મ બનાવી રહ્યા છે તેના ટાઈટલ વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ ફિલ્મની વાર્તા વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ મધ્યપ્રદેશના એક નાના શહેરની લવ સ્ટોરી પર આધારિત છે. જેને ફિલ્મ નિર્માતાઓ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો વિકી સારા ટૂંક સમયમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.

સલમાન ખાને બાંદ્રા સ્થિત પોતાનો ફ્લેટ આપ્યો ભાડે, જાણો દર મહિને અભિનેતા ને કેટલું ભાડું મળશે

મીડિયા ના  અહેવાલ મુજબ , સારાએ વિકી અને દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કરતા કહ્યું, "મને લાગે છે કે વિકી સૌથી સરળ અભિનેતાઓમાંનો એક છે. તે ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. તે ફિલ્મના પાત્રને ખૂબ જ સરળતાથી સ્વીકારે છે અને મને લાગે છે કે તેની સાથે કામ કરવું એ મારુ સૌભાગ્ય  હશે અને હું તેની પાસેથી ઘણું શીખવા માંગુ છું.દિગ્દર્શક લક્ષ્મણ ઉતેકરના વખાણ કરતા સારાએ કહ્યું, "હું લક્ષ્મણ સરના કામની ખૂબ જ મોટી ચાહક છું. મેં ‘લુકા છુપ્પી’ નો ખરેખર આનંદ માણ્યો છે અને ‘મીમી’ ને પ્રેમ કર્યો છે. મને તેમની સાથે એક ફિલ્મમાં કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version