Site icon

કરણ જોહર થી નારાજ છે પટૌડી ગર્લ સારા અલી ખાન- કાર્તિક આર્યન સાથે જોડાયેલો છે મામલો

News Continuous Bureau | Mumbai 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર તેના લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણની (Koffee with Karan)નવી સીઝન સાથે પાછા ફર્યા છે. ગયા અઠવાડિયે શરૂ થયેલા આ શોનો પહેલો એપિસોડ ઘણો ધમાકેદાર રહ્યો હતો. શોની સાતમી સીઝનના પહેલા એપિસોડમાં ગેસ્ટ તરીકે જોવા મળેલા અભિનેતા રણવીર સિંહ (Ranveer singh)અને અભિનેત્રી આલિયા ભટ્ટે(Alia Bhatt) આ દરમિયાન કરણ જોહર સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન શોમાં ઘણા કિસ્સાઓ અને ચોંકાવનારા ખુલાસા પણ થયા.આ દિવસોમાં કરણ તેના શોના પ્રમોશનમાં(promotion) વ્યસ્ત છે. આ સંબંધમાં એક ઈન્ટરવ્યુમાં કરણે સારા અલી ખાન અને કાર્તિક આર્યન વચ્ચેના સંબંધો વિશે પણ ચર્ચા કરી હતી. આવી રીતે પોતાના સંબંધો ની ચર્ચા જહેરમાં થતા સારા અલી ખાન હવે કરણ જોહર પર નારાજ(upset) થઇ છે. તાજેતરના અહેવાલો અનુસાર, સારા કાર્તિક અને તેના સંબંધો(Sara kartik relationship) વિશે કરણ જોહરની ચર્ચાથી નાખુશ છે.

Join Our WhatsApp Community

હકીકતમાં, તેના બોલિવૂડ ડેબ્યુ પહેલા, સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે કોફી વિથ કરણની છઠ્ઠી સીઝનમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે તે કાર્તિક આર્યનને ડેટ(date Kartik aryan) કરવા માંગે છે. તે જ સમયે, કાર્તિક પણ આ સમાચાર સાંભળીને ખૂબ જ શરમાઈ ગયો હતો. એવું માનવામાં આવે છે કે કાર્તિક અને સારાના સંબંધો આ પછી જ શરૂ થયા હતા. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધોને લઈને કોઈ પ્રકારની પુષ્ટિ કરી નથી.આવી સ્થિતિમાં, કરણે  તેમના સંબંધો વિશે જાહેર માં વાત કરવાથી સારા નારાજ(upset) છે. રિપોર્ટ અનુસાર, સારા બિલકુલ ખુશ(unhappy) નથી કે કરણ તેના અંગત જીવન(personal life) વિશે જાહેરમાં આ રીતે વાત કરે છે. અભિનેત્રી ઇચ્છે છે કે દર્શકો આ સમયે ફક્ત તેના કરિયર ગ્રાફ (career graff)પર ધ્યાન કેન્દ્રિત કરે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાવવા માટે ખૂબ મહેનત કરી રહી છે. આવી સ્થિતિમાં, તેના અંગત જીવનની બાબતો લોકોનું ધ્યાન ભટકાવી શકે છે, જે સારા બિલકુલ ઇચ્છતી નથી.

આ સમાચાર પણ વાંચો : પાંચ ભાષાઓ માં રિલીઝ થયું પોન્નિયન સેલ્વન નું ટીઝર-સોશિયલ મીડિયા યુઝર્સ ને આવી બાહુબલી ની યાદ -જુઓ ફિલ્મ નું ધમાકેદાર ટીઝર

ઉલ્લેખનીય છે કે, સારા અલી ખાન અને ફિલ્મ નિર્માતા કરણ જોહર એકબીજા સાથે ખૂબ જ સારી બોન્ડિંગ શેર કરે છે. એટલું જ નહીં, આ સિઝનમાં શોમાં આવનારા મહેમાનોની યાદીમાં સારાનો (Sara Koffe with Karan 7)પણ સમાવેશ થાય છે. સામે આવેલા શોના ટ્રેલરમાં સારા કાર્તિકની મજાક ઉડાવતી જોવા મળે છે. તેમજ સારા એ પણ કહે છે કે તે દરેકને  ‘એક્સ’ હોય છે. સારા અલી ખાન સિવાય કાર્તિક આર્યનનું નામ જ્હાનવી કપૂર અને અનન્યા પાંડે સાથે પણ જોડાઈ ચૂક્યું છે

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version