Site icon

સારા અલી ખાન આ પરિણીત કલાકારોને પોતાના સ્વયંવરમાં જોવા માંગે છે, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનની ફિલ્મ 'અતરંગી રે' 24 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના કલાકારો અક્ષય કુમાર અને ધનુષ અને સારા તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રી અને ધનુષ કરણ જોહરના શો કોફી શોટ્સ વિથ કરણમાં જોવા મળશે.

કરણ જોહરના શો કોફી શોટ્સ વિથ કરણનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા અલી ખાન અને ધનુષ જોવા મળે છે. કરણ બંનેને ઘણા ફની સવાલ પૂછતો જોવા મળે છે અને બંને તેના જવાબ પણ આપી રહ્યા છે. કરણ સારાને પૂછે છે, 'તમે તમારા સ્વયંવરમાં કયા ચાર કલાકારોને જોવા માંગો છો?' જવાબમાં અભિનેત્રી કહે છે, 'રણવીર સિંહ, વિજય દેવેરકોંડા, વિકી કૌશલ અને વરુણ ધવન.'

આ સાંભળીને કરણ જોહર કહે છે, 'મને આશા છે કે આ એક્ટર્સની પત્નીઓ પણ આ એપિસોડ જોતી હશે.' સારા અલી ખાન તરત જ આના પર કહે છે, આશા છે કે તેનો પતિ પણ તેની સાથે હાજર હશે.બીજી તરફ કરણ ધનુષ ને પૂછે છે કે જો તે એક સવારે રજનીકાંત બનીને ઉઠે તો તે શું કરશે? તેના પર અભિનેતા ખૂબ જ રસપ્રદ જવાબ આપે છે. તે કહે છે કે હું હંમેશા રજનીકાંત બનવાનું પસંદ કરીશ.

મિસ યુનિવર્સ 2021 માં ઉર્વશી રૌતેલાએ પહેર્યો આટલો મોંઘો ડ્રેસ, કિંમત જાણી ને ચોંકી જશો તમે

નોંધનીય છે કે સારા અલી ખાને 'અતરંગી રે'ની રિલીઝ પહેલા તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ તમામ તસવીરો ફિલ્મના સેટ પરથી લેવામાં આવી હતી. કેટલીક તસવીરોમાં તે ક્રિકેટ રમતી જોવા મળી હતી તો કેટલીક તસવીરોમાં તે દુલ્હનના ગેટઅપમાં જોવા મળી હતી.દરેક ફોટોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે અતરંગી રે ડિઝની + હોટસ્ટાર પર રિલીઝ થશે.

 

Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Toxic Runtime: શું ‘ધુરંધર ૨’ જેટલી જ લાંબી હશે યશની ‘ટોક્સિક’? જાણો કેટલા કલાકનો છે આ એક્શન થ્રિલરનો રન ટાઈમ; ચાહકો માટે આવ્યા મોટા સમાચાર.
Rashmika Vijay Sangeet Photos: સ્ટેજ પર ઉતર્યા ‘પ્રિન્સ-પ્રિન્સેસ’: રશ્મિકા અને વિજયના રોમેન્ટિક અંદાજે સંગીત સેરેમનીમાં લગાવી આગ; દિયર આનંદ સાથે પણ એક્ટ્રેસે લગાવ્યા ઠુમકા!
Exit mobile version