Site icon News Continuous Bureau | Mumbai

Sarzameen Movie Review: ‘ચોકલેટી બોય’ ની ઇમેજ તોડી ખૂંખાર આતંકવાદી બન્યો ઇબ્રાહિમ અલી ખાન, દેશભક્તિ અને પિતૃત્વ વચ્ચેના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ છે ‘સરજમીન’

Sarzameen Movie Review: ‘સરજમીન’ ફિલ્મમાં કાશ્મીર ના તણાવગ્રસ્ત વાતાવરણમાં પૃથ્વીરાજ, કાજોલ અને ઇબ્રાહિમ ના પાત્રો એ દર્શકોના મનમાં ઊંડી છાપ છોડી છે.

Sarzameen Movie Review Ibrahim Ali Khan Shines as a Terrorist in a Gripping Patriotic Drama

Sarzameen Movie Review Ibrahim Ali Khan Shines as a Terrorist in a Gripping Patriotic Drama

News Continuous Bureau | Mumbai

Sarzameen Movie Review: ‘સરજમીન’ એક એવી ફિલ્મ છે જે માત્ર જોવા માટે નથી, પણ અનુભવવા માટે છે. કાશ્મીરના તણાવગ્રસ્ત વાતાવરણમાં રચાયેલી આ ફિલ્મ પૃથ્વીરાજ સુકુમારન, કાજોલઅને ઇબ્રાહિમ અલી ખાન ના પાત્રો દ્વારા એક હૃદયસ્પર્શી વાર્તા રજૂ કરે છે. પૃથ્વીરાજ કર્નલ વિજય મેનનના પાત્રમાં છે, જે દેશસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરે છે. કાજોલ તેની પત્ની મહેર ના પાત્રમાં છે, જ્યારે તેમનો પુત્ર હરમન એક આતંકવાદી સંગઠન સાથે જોડાઈ જાય છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : saiyaara videos: આ બધું બક્વાસ છે અને પી.આર. ની એક્ટિવિટી છે. સૈયારા જેવી બકવાસ ફિલ્મને હિટ બનાવવા કરાય છે આવા વિડીયો વાયરલ.

પિતૃત્વ અને દેશભક્તિ વચ્ચેનો સંઘર્ષ

ફિલ્મમાં પૃથ્વીરાજ અને કાજોલના પાત્રો એક એવા માતા-પિતા તરીકે દર્શાવવામાં આવ્યા છે, જે પોતાના પુત્રના આતંકવાદી બનવાના સમાચારથી તૂટી જાય છે. પૃથ્વીરાજના અભિનયમાં પિતાની પીડા સ્પષ્ટ દેખાય છે, જ્યારે કાજોલના ચહેરા પર ભાવનાત્મક તોફાન સ્પષ્ટ છે. બંનેના અભિનય દર્શકોને ભાવનાત્મક રીતે જોડે છે.ઇબ્રાહિમ અલી ખાન ‘ચોકલેટી બોય’ની છબીમાંથી બહાર આવીને એક ક્રૂર આતંકવાદી તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેના હાવભાવ, આંખોની તીવ્રતા અને પાત્રની ઊંડાણ દર્શકોને ચોંકાવે છે. આ પાત્ર દ્વારા તેણે એક નવી ઓળખ બનાવી છે, જે ફિલ્મના સૌથી શક્તિશાળી પાસાઓમાંની એક છે.


‘સરજમીન’ ફિલ્મ ‘મિશન કાશ્મીર’ અને ‘ફિઝા’ જેવી ફિલ્મોની યાદ અપાવે છે. ફિલ્મ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે – જ્યારે યુદ્ધનું મેદાન તમારા ઘરમાં હોય ત્યારે તમે દેશપ્રેમ અને પુત્રપ્રેમ વચ્ચે શું પસંદ કરશો? આ પ્રશ્ન દર્શકોના મનમાં ઊંડો વિચાર જગાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version