Site icon News Continuous Bureau | Mumbai

‘સસુરાલ સિમર કા 2′ ફેમ તાન્યા શર્માએ કાપી હાથની નસ! આત્મહત્યાને લગતી તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર થયા વાયરલ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

ટીવી અભિનેત્રી તાન્યા શર્મા હાલમાં ટીવી શો 'સસુરાલ સિમર કા 2'માં જોવા મળી રહી છે. એમાં તેણે પોતાના અભિનયથી દરેકના દિલ જીતી લીધા છે. આ શોમાં તાન્યા શર્મા રીમા નારાયણની ભૂમિકા નિભાવી રહી છે. તાન્યા હંમેશાં શોના સેટ પરથી તેના ફોટા અને વીડિયો શૅર કરતી રહે છે. સીરિયલમાં નવો વળાંક આવે એ પહેલાં, તાન્યા શર્માએ તેના ચાહકો માટે તેના બિહાઇન્ડ ધ સીનના ફોટોસ અને વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કર્યા છે. શેર કરેલા ફોટામાં જોવા મળી રહ્યું છે કે તાન્યા બાથટબમાં બેભાન અવસ્થામાં પડી છે. ફોટો શૅર કરતી વખતે તાન્યાએ લખ્યું, 'કદાચ અંત આવશે?' આ ફોટો શૅર થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટેલિવિઝન અભિનેત્રી તાન્યા શર્માએ 'સસુરાલ સિમર કા 2' ના સેટ પરથી જે વીડિયો શર કર્યો એમાં તાન્યા પાણીથી ભરેલા બાથટબમાં સૂતેલી જોવા મળી રહી છે અને તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું છે. આ વીડિયો જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે રીમા આગામી એપિસોડમાં પોતાનો જીવ લેવાનો પ્રયત્ન કરશે. હવે જોવાનું એ છે કે શું ખરેખર આ સિરિયલમાં રીમાનું પાત્ર સમાપ્ત થશે કે પછી નિર્માતાઓ આ સિરિયલમાં નવો વળાંક લાવશે.

કલર્સની ટીવી સિરિયલ 'સસુરાલ સિમર કા 2' તેના નવા ટ્વિસ્ટ અને ટર્નથી દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહ્યું છે. દર અઠવાડિયે આ સિરિયલના રેટિંગ્સમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.  આપને જણાવી દઈએ કે 'સસુરાલ સિમર કા 2' એ દીપિકા કકર, અવિકા ગોર અને શોએબ ઇબ્રાહિમ અભિનીત 2011 માં આવેલા 'સસુરાલ સિમર કા'નો બીજો ભાગ છે.

દિલ્હીની સીબીઆઈ ઓફિસમાં લાગી આગ ; અધિકારીઓને જરૂરી દસ્તાવેજો ખાખ થયાની ભીતી

 

Nora Fatehi Defamation Case નોરા ફતેહીની મુશ્કેલી વધી! ચાર્ટર્ડ પ્લેન સામે કરેલી ટિપ્પણી પર ગાંધીનગર અદાલતમાં ₹3 કરોડનો બદનક્ષીનો કેસ
Diljit Dosanjh Stops Live Concert ટીશર્ટ પર એવું શું છપાયેલું હતું? અચાનક ગભરાયા દિલજીત દોસાંઝ, અધવચ્ચે રોક્યો લાઈવ કોન્સર્ટ; કહ્યું ‘આ અત્યંત પવિત્ર છે’
HanuMan Ansh Box Office ‘સિંઘમ’ અને ‘૮૩’ને પછાડી આગળ નીકળી ‘હનુમાન અંશ’ બોક્સ ઓફિસ પર ₹૧૦૦ કરોડની કમાણી સાથે રચ્યો નવો ઇતિહાસ
Yash Film Toxic OTT Deal ફ્લોપ થયા પછી ‘ટોક્સિક’નું બગડ્યું ગણિત ₹૨૦૦ કરોડની OTT ડીલ હવે માત્ર ₹૩૦ કરોડમાં સમેટાઈ, મેકર્સને મોટો ફટકો
Exit mobile version