Site icon

15 કરોડ માટે થઈ લડાઈ, ડ્રગ્સ આપવાનો આરોપ…જાણો આ દાવા પર સતીશ કૌશિક ની પત્નીએ શું કહ્યું?

સતીશ કૌશિકના મૃત્યુ બાદ એક મહિલાએ ચોંકાવનાર દાવો કર્યો અને તેના બિઝનેસમેન પતિ પર હત્યાની શંકા વ્યક્ત કરી હતી. મહિલાએ કહ્યું કે તેના પતિએ 15 કરોડ લીધા હતા. હવે આના પર સતીશ કૌશિકની પત્નીની પ્રતિક્રિયા આવી છે.

satish kaushik wife shashi denied the woman claims her businessman husband had to repay rs 15 crore

15 કરોડ માટે થઈ લડાઈ, ડ્રગ્સ આપવાનો આરોપ...જાણો આ દાવા પર સતીશ કૌશિક ની પત્નીએ શું કહ્યું?

News Continuous Bureau | Mumbai

સતીશ કૌશિકના મૃત્યુના થોડા કલાકો જ થયા હતા કે નવા વળાંકો સામે આવવા લાગ્યા. સતીશ કૌશિકના મિત્ર વિકાસ માલુ ની પત્ની એ દિવંગત અભિનેતાની હત્યા તેના જ પતિએ કરાવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે તેના પતિ વિકાસ માલુ એ સતીશ કૌશિક પાસેથી 15 કરોડ રૂપિયા લીધા હતા. પૈસા પરત કરવા બાબતે સતીશ અને વિકાસ વચ્ચે ઝઘડો થયો હતો. સતીશ કૌશિક ની પત્ની એ હવે આ તમામ આરોપો પર પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Community

 

પૈસાની લેવડ દેવડ ની વાત ખોટી

આરોપો પર સતીશ કૌશિક ની પત્ની શશીએ કહ્યું કે તેના પતિ હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે દિલ્હીમાં હતા. પૈસાની લેવડ દેવડ અંગે જે વાતો કહેવામાં આવી રહી છે તે ખોટી છે. તેમણે વિકાસ માલુ નો બચાવ કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા શશીએ કહ્યું કે સતીશ અને વિકાસ ખૂબ સારા મિત્રો હતા અને ક્યારેય લડ્યા નહોતા. તેણે એમ પણ કહ્યું કે વિકાસ એક મોટો બિઝનેસમેન છે અને તેના પતિ ને પૈસાની જરૂર નથી.

 

‘મહિલાનો એજન્ડા કંઈક બીજો’

શશિ કૌશિકે જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે સતીશ કૌશિક માં 98% બ્લોકેજ હતો અને તેમનામાં કોઈ દવાના નમૂના મળ્યા નથી. આરોપ મૂકનાર મહિલા પર સવાલ ઉઠાવતા શશિએ કહ્યું, “પોલીસે બધું ચકાસી લીધું છે. મને સમજાતું નથી કે તેણી કેવી રીતે દાવો કરી રહી છે કે તેમને ડ્રગ આપીને હત્યા કરવામાં આવી હતી. મને સમજાતું નથી કે તે મારા પતિના મૃત્યુ પછી તેને કેમ બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. કદાચ તેનો એજન્ડા કંઈક અલગ છે અને તેણી ને તેના પતિ પાસેથી પૈસા જોઈએ છે,. તે હવે આમાં સતીશ જીને સામેલ કરી રહી છે.”

 

શશી એ મહિલા ને કરી વિનંતી 

શશિએ વધુમાં કહ્યું, ‘હું તેને વિનંતી કરું છું કે તે આ પ્રકારની રમત ન રમે. મને આ મામલે કોઈ શંકા નથી તેથી આમાં વધુ તપાસ થવી જોઈએ નહીં. મારા પતિએ જ્યારે પણ કોઈ મોટો નાણાકીય વ્યવહાર કર્યો હોય ત્યારે તેણે હંમેશા ખુલાસો કર્યો છે. મને લાગે છે કે તેમના મૃત્યુ પછી આ વસ્તુઓ થઈ રહી છે તે ખૂબ જ ખોટું છે.’

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version