Site icon News Continuous Bureau | Mumbai

Saumya Tandon: ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાનાની હીરોઈન! સૂરજ બડજાત્યાના ડ્રીમ પ્રોજેક્ટમાં સૌમ્યા ટંડનની એન્ટ્રી, ‘ધુરંધર’ એ રાતોરાત બદલ્યું નસીબ

Saumya Tandon: ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સૌમ્યાની ચમકી કિસ્મત, અક્ષય ખન્નાની પત્નીના રોલ બાદ હવે મોટા બેનરની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ માં એન્ટ્રી

Saumya Tandon ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાના

Saumya Tandon ટીવીની ‘ગોરી મેમ’ હવે આયુષ્માન ખુરાના

News Continuous Bureau | Mumbai

 Saumya Tandon: ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’  માં ‘ગોરી મેમ’ તરીકે જાણીતી થયેલી અભિનેત્રી સૌમ્યા ટંડન  હાલમાં સાતમા આસમાને છે. આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) માં તેના અભિનયના ખૂબ વખાણ થયા છે. આ સફળતા બાદ સૌમ્યાના કરિયરમાં મોટો વળાંક આવ્યો છે. અહેવાલો મુજબ, દિગ્ગજ દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ તેમની આગામી ફેમિલી ડ્રામા ફિલ્મ માટે સૌમ્યા ટંડનની પસંદગી કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi: તુલસી-મિહિરનો જાદુ આજે પણ અકબંધ! 2000 એપિસોડની સફર પૂરી થતા એકતા કપૂર થઈ ગઈ ઈમોશનલ

‘ધુરંધર’ માં ઉલ્ફત બનીને જીત્યા દિલ

ફિલ્મ ‘ધુરંધર’ માં સૌમ્યા ટંડને રહેમાન ડાકુ બનેલા અક્ષય ખન્નાની પત્ની ‘ઉલ્ફત’ નો રોલ કર્યો હતો. જોકે ફિલ્મમાં તેના દ્રશ્યો મર્યાદિત હતા, પરંતુ તેના કાશ્મીરી લુક અને દમદાર અભિનયે પ્રેક્ષકો પર ઊંડી છાપ છોડી હતી. આ ફિલ્મની સફળતાના કારણે જ તેને બોલિવૂડના મોટા પ્રોજેક્ટ્સ મળવાનું શરૂ થયું છે. ‘જબ વી મેટ’  થી શરૂ થયેલી તેની ફિલ્મી સફર હવે એક નવા મુકામ પર પહોંચી છે.


સૂરજ બડજાત્યાની નવી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’  અનેક રીતે ખાસ છે. અત્યાર સુધી સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં સલમાન ખાન ‘પ્રેમ’ નું પાત્ર ભજવતો હતો, પરંતુ આ વખતે આયુષ્માન ખુરાના  આ આઇકોનિક પાત્રમાં જોવા મળશે. સૌમ્યા ટંડન આ ફિલ્મમાં આયુષ્માન અને શરવરી વાઘ સાથે મહત્વની ભૂમિકામાં જોડાશે. જોકે મેકર્સ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે, પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર સૌમ્યાનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kuch Kuch Hota Hai Completes 28 Years ‘કુછ કુછ હોતા હૈ’ની રિલીઝને ૨૮ વર્ષ પૂર્ણ શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીમાંથી કોને મળી હતી સૌથી વધુ ફી?
Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Exit mobile version