Site icon

Pratik gandhi: સ્કેમ 1992 બાદ ફરી સાથે આવ્યા હાંસલ મહેતા અને પ્રતીક ગાંધી, વેબ સિરીઝ માં આ મહત્વના પાત્ર માં જોવા મળશે અભિનેતા

Pratik gandhi:ગાંધી જયંતિ પર, 'સ્કેમ 92' અભિનેતા પ્રતીક ગાંધી એ તેની આગામી વેબ સિરીઝ ગાંધી વિશે ઘણી માહિતી આપી. જણાવ્યું કે તે સિરીઝમાં કયું પાત્ર ભજવવા જઈ રહ્યો છે.

scam 92 actor pratik gandhi will play role of gandhi in web series

scam 92 actor pratik gandhi will play role of gandhi in web series

News Continuous Bureau | Mumbai

 Pratik gandhi:ભારતના સૌથી મોટા કૌભાંડ પર આધારિત વેબ સિરીઝ ‘સ્કેમ 1992’એ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. વેબ સિરીઝની સાથે હર્ષદ મહેતાનું પાત્ર ભજવનાર પ્રતિક ગાંધી પણ ચર્ચામાં રહ્યો હતો. વેબ સિરીઝમાં પોતાની અભિનય કૌશલ્યથી પોતાની ક્ષમતા સાબિત કરનાર પ્રતિક ગાંધીનું ભાગ્ય બદલાઈ ગયું હતું. ગાંધી જયંતિ પર, ‘સ્કેમ 92’ અભિનેતા પ્રતીક ગાંધી એ તેની આગામી વેબ સિરીઝ ગાંધી વિશે ઘણી માહિતી આપી. તેણે આગામી વેબ સિરીઝમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવવા પર ખુશી પણ વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Community

 

પ્રતીક ગાંધી ભજવશે મહાત્મા ગાંધી ની ભૂમિકા 

હંસલ મહેતાની વેબ સિરીઝ ‘સ્કેમ 1992’થી લોકોનું દિલ જીતનાર પ્રતિક ગાંધી ટૂંક સમયમાં મહાત્મા ગાંધીના જીવન પર બની રહેલી વેબ સિરીઝમાં જોવા મળશે. ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના લખાણો પર આધારિત આ શ્રેણી તેમના બે પુસ્તકો ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધી – ધ યર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ, 1914-1948’ પર આધારિત હશે.મહાત્મા ગાંધીના પાત્ર વિશે પ્રતીક ગાંધીએ કહ્યું, ‘મારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ રોલ છે, જે મારા જીવનનો સૌથી મોટો શો છે કારણ કે હું મોહનદાસ કરમચંદ ગાંધીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છું. અમે તેમના જીવન અને તેમની સફરને બતાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. એન્ટરટેઈનમેન્ટના ઈતિહાસમાં આ પહેલો શો છે જેમાં કંઈક આવું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે મને પહેલીવાર આ રોલ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે મને લાગ્યું કે એક અભિનેતા તરીકે મારા માટે આ બહુ મોટી જવાબદારી છે. હું ઘણા વર્ષોથી સ્ટેજ પર તેમની ભૂમિકા ભજવી રહ્યો છું અને આપણે ગાંધી વિશે ‘મહાત્મા’ તરીકે જાણીએ છીએ જે એક સામાન્ય માણસ હતા અને તેમણે એક મહાન માણસ અને સ્વતંત્રતા સેનાની બનવા માટે જરૂરી પગલાં લીધેલા. હું ગાંધીજી અને તેમની સાદગીથી ખૂબ જ પ્રેરિત છું. મેં મારી આસપાસના લોકોને સાદગી અપનાવતા જોયા છે અને હું તેમનાથી સૌથી વધુ પ્રેરિત છું.’

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’નું નવું ગીત થયું રિલીઝ, કિંગ ખાને વીડિયો શેર કરી લખી ભાવુક પોસ્ટ

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version