News Continuous Bureau | Mumbai
Screen Awards 2026: મુંબઈમાં આયોજિત સ્ક્રીન એવોર્ડ્સમાં રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર’ એવોર્ડ્સની વણઝાર લગાવી દીધી હતી. પાકિસ્તાનમાં સક્રિય ભારતીય જાસૂસની ભૂમિકા બદલ રણવીર સિંહને ‘શ્રેષ્ઠ અભિનેતા’ નો એવોર્ડ મળ્યો છે. જ્યારે આદિત્ય ધરને શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, સૌથી પ્રતિષ્ઠિત ‘શ્રેષ્ઠ ફિલ્મ’ ની કેટેગરીમાં નીરજ ઘેવનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ એ બાજી મારી છે, જેણે ‘ધુરંધર’ અને ‘છાવા’ જેવી મોટી ફિલ્મોને માત આપી છે.
આ સમાચાર પણ વાંચો : Ramayanam Leak: રણબીર કપૂરનો રામાયણમાં ‘માસ્ટરસ્ટ્રોક’: એક જ ફિલ્મમાં બે અવતાર, જાણો રામ સાથે બીજું કયું પાત્ર છે
અક્ષય ખન્ના અને યામી ગૌતમની મોટી જીત
ફિલ્મ ‘ધુરંધર’ માં ગેંગસ્ટરના પાત્રમાં જીવ રેડનારા અક્ષય ખન્નાને ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ નો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, ફિલ્મ ‘હક’ માટે યામી ગૌતમને ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ (મહિલા) તરીકે નવાજવામાં આવ્યા છે. ‘હોમબાઉન્ડ’ ની અભિનેત્રી શાલિની વત્સને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી અને બશારત પીરની ટીમને શ્રેષ્ઠ પટકથા માટે એવોર્ડ મળ્યો છે.
‘ધુરંધર’ એ માત્ર અભિનયમાં જ નહીં પરંતુ ટેકનિકલ વિભાગમાં પણ કમાલ કરી છે. શ્રેષ્ઠ એક્શન, બેકગ્રાઉન્ડ સ્કોર (શાશ્વત સચદેવ), સિનેમેટોગ્રાફી અને એડિટિંગ સહિતના અનેક એવોર્ડ્સ આ ફિલ્મના ફાળે ગયા છે. સંગીતની વાત કરીએ તો, ફિલ્મ ‘સૈયારા’ ના ટાઈટલ ટ્રેક માટે શ્રેયા ઘોષાલ અને ફહીમ અબ્દુલ્લાને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયકનો એવોર્ડ મળ્યો છે. મહાન ગીતકાર ગુલઝાર સાહેબને પણ શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો છે.ડેબ્યૂ કેટેગરીમાં ફિલ્મ ‘સૈયારા’ ના કલાકારો છવાઈ ગયા છે, જેમાં અહાન પાંડેને શ્રેષ્ઠ ડેબ્યૂ એક્ટર (પુરુષ) અને અનીત પડાને શ્રેષ્ઠ ડેબ્યૂ એક્ટર (મહિલા) નો એવોર્ડ એનાયત થયો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
