Site icon

Seema haider: સીમા હૈદર ફરી બની દુલ્હન, ખુશીથી ઝૂમી ઉઠ્યા બાળકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માનતા કહી આવી વાત

Seema haider: પાકિસ્તાન થી ભારત આવેલી સીમા હૈદરે સચિન મીણા સાથે એક વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. હવે ફરી એક વાર સીમા દુલ્હન બની છે. અને તેને સચિન સાથે ફરી થી લગ્ન કર્યા છે. સીમા હૈદરે ભારતમાં લાગૂ થયેલ નાગરિકતા સંશોધન કાયદા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પણ આભાર માન્યો હતો.

seema haider remarriage sachin meena on the wedding anniversary and she thank to narendra modi

seema haider remarriage sachin meena on the wedding anniversary and she thank to narendra modi

News Continuous Bureau | Mumbai 

Seema haider: સીમા હૈદર મૂળ પાકિસ્તાન ની છે. હાલ તે ગ્રેટર નોઈડાના રાબુપુરામાં રહેતા સચિન મીણા સાથે રહે છે.  ગયા વર્ષે સીમા અને સચિને લગ્ન કરી લીધા હતા. હવે બંને ગઈકાલે તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવી. આ પ્રસંગે સીમા દુલ્હન બની હતી અને તેને સચિન સાથે ફરી લગ્ન કર્યા હતા.આ સિવાય લગ્નની અન્ય તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે સીમા ખુશ દેખાતી હતી. તેણે કહ્યું કે તે આજે ખૂબ જ ખુશ છે. આજે તેને ખરેખર એવું લાગે છે કે તે પરિણીત છે. સીમાએ ભારતના લોકો અને રિવાજોની પ્રશંસા કરી. સમારોહ દરમિયાન એડવોકેટ એ.પી.સિંઘ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે,સીમા હૈદરે એક દિવસ પહેલા જ ભારતમાં લાગૂ થયેલ નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કર્યું હતું. તેમજ સીમા હૈદરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માનતા કહ્યું કે, મોદીજી એ જે કહ્યું તે કરી બતાવ્યું તેના માટે હું  તેના માટે મોદીજીની જિંદગીભર ઋણી રહીશ. આ કાયદાના કારણે આપણી નાગરિકતાને અડચણો જલ્દી દૂર થઈ જશે. આ સાથે સીમા એ તેના પતિ સચિન સાથે મળી ને ફટાકડા પણ ફોડ્યા હતા. 

Join Our WhatsApp Community


મૂળ તો પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર સોશિયલ મીડિયા દ્વારા સચિન મીણાને મળી હતી. બંને વચ્ચે સારી દોસ્તી થઈ, જે બાદમાં પ્રેમમાં બદલાઈ ગઈ.આ પછી બંને નેપાળમાં બે વાર મળ્યા.કહેવાય છે કે આ મુલાકાત દરમિયાન 12 માર્ચે બંનેએ એક મંદિરમાં હિન્દી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બાદમાં સીમા હૈદર તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારત આવી હતી અને રબુપુરામાં સચિન મીણા સાથે રહેવા લાગી હતી. 

આ સમાચાર પણ વાંચો : Ramayan: રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! રણબીર કપૂર ની ફિલ્મ માં ભજવશે વિભીષણ ની ભૂમિકા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version