રિયાલિટી શો બિગ બોસના પૂર્વ સ્પર્ધક સ્વામી ઓમનું નિધન થયું.
તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા. તેમણે તેમના નિવાસસ્થાન ડીએલએફ અંકુર વિહાર ખાતે અંતિમ શ્વાસ લીધા.
3 મહિના પહેલા તેમને કોરોના થયો હતો, ત્યારબાદ તેમની સારવાર એઈમ્સમાં ચાલી રહી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને કોરોના બાદ લકવોનો હુમલો થયો હતો, ત્યાર બાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.