Site icon News Continuous Bureau

Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Shahrukh and Salman: બોલીવુડના બે સુપરસ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાન એક સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળ્યા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Shah Rukh Khan and Salman Khan Groove Together on ‘O Oh Jaane Jaana’, Video Goes Viral

Shah Rukh Khan and Salman Khan Groove Together on ‘O Oh Jaane Jaana’, Video Goes Viral

News Continuous Bureau | Mumbai

Shahrukh and Salman: બોલીવુડના બે દિગ્ગજ સ્ટાર્સ શાહરુખ ખાન અને સલમાન ખાન નો એક વીડિયો સોશિયલ મીડિયા  પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને ‘ઓ ઓ જાને જાના’  ગીત પર સ્ટેપ્સ મેચ કરતા દેખાય છે. બંને ફોર્મલ ડ્રેસમાં સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા છે અને તેમની સાથે હાજર લોકો પણ ઝૂમી રહ્યા છે. વીડિયો જોઈને લાગે છે કે આ ક્લિપ કોઈ લગ્ન સમારોહની છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!

ફેન્સના રિએક્શન

વીડિયો વાયરલ થતાં ફેન્સે કોમેન્ટ્સમાં લખ્યું – “રુવાડા ઊભા થઈ ગયા.” ઘણા યુઝર્સે આ પર્ફોર્મન્સને “બોલીવુડનો ગોલ્ડન મોમેન્ટ” ગણાવ્યો. બંને સ્ટાર્સની કેમિસ્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. શાહરુખ અને સલમાન છેલ્લા ત્રણ દાયકાથી મિત્ર છે. બંનેએ એકબીજાની ફિલ્મોમાં કેમિયો પણ કર્યા છે – શાહરુખ ‘ટાઈગર 3’માં અને સલમાન ‘પઠાન’માં દેખાયા હતા.


સલમાન ખાન હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ માં વ્યસ્ત છે, જે 2026માં રિલીઝ થશે. શાહરુખ ખાન સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’ માં દેખાશે, જેમાં તેમની દીકરી સુહાના ખાન પણ હશે. આ ફિલ્મ એપ્રિલ 2026માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version