Site icon

Shah Rukh Khan Film Festival: શાહરુખ ખાને તેના જન્મદિવસ પહેલા ફેન્સ ને આપી મોટી ભેટ, જાણો કિંગ ખાન ની શું છે યોજના

Shah Rukh Khan Film Festival: શાહરુખ ખાને તેના જન્મદિવસ પહેલા ફેન્સ ને આપી મોટી ભેટ, જાણો કિંગ ખાન ની શું છે યોજના

Shah Rukh Khan Announces Film Festival Ahead of 60th Birthday: “Nothing Has Changed in 33 Years”

Shah Rukh Khan Announces Film Festival Ahead of 60th Birthday: “Nothing Has Changed in 33 Years”

News Continuous Bureau | Mumbai

Shah Rukh Khan Film Festival: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ 2 નવેમ્બરે પોતાનો 60મો જન્મદિવસ ઉજવશે. આ ખાસ અવસરે PVR INOX દ્વારા SRK ફિલ્મ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવી રહ્યો છે. શાહરુખે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરીને કહ્યું કે “મારી કેટલીક જૂની ફિલ્મો ફરીથી થિયેટરમાં આવી રહી છે. પાત્રો તો એ જ છે, ફક્ત વાળ અને હેન્ડસમનેસ માં વધારો થયો છે.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Karan Johar-Janhvi Kapoor in Two Much: ‘ટૂ મચ’ શોમાં કરણ જોહર ના એક ખુલાસા થી ડાંગ રહી ગઈ જાહ્નવી કપૂર, બંને એ વિતાવી કાજોલ-ટ્વિંકલ સાથે મસ્તીભરી પળ

31 ઓક્ટોબરથી શરૂ થશે SRK ફિલ્મ ફેસ્ટિવલ

આ ફેસ્ટિવલ 30 શહેરોના 75થી વધુ થિયેટરમાં યોજાશે અને બે અઠવાડિયા સુધી ચાલશે. તેમાં ‘કભી હાં કભી ના’, ‘દિલ સે’, ‘દેવદાસ’, ‘મૈં હૂં ના’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘જવાન’ જેવી ફિલ્મો બતાવવામાં આવશે. YRF દ્વારા આ ફેસ્ટિવલની મધ્ય પૂર્વ, યુરોપ, યુએસ અને ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય રિલીઝ પણ થશે. પ્રેસ રિલીઝમાં શાહરુખે કહ્યું કે “સિનેમા હંમેશા મારું ઘર રહ્યું છે. આ ફિલ્મો ફરીથી મોટા પડદે જોવી એ એક ભાવનાત્મક પુનર્મિલન છે. આ ફિલ્મો ફક્ત મારી કહાની નથી – એ દર્શકોની છે જેમણે 33 વર્ષથી મને પ્રેમ આપ્યો છે.”


શાહરુખ છેલ્લે ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’માં જોવા મળ્યો હતો. હાલમાં તે પુત્રી સુહાના ખાન સાથે સિદ્ધાર્થ આનંદની ‘કિંગ’ ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો છે, જે 2026માં રિલીઝ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version