Site icon News Continuous Bureau | Mumbai

એરપોર્ટ પર શાહરુખ ખાન સાથે સેલ્ફી લેવા માટે એક ચાહકે કર્યું એવું કૃત્ય કે ભડકી ગયો અભિનેતા-પુત્ર આર્યને આ રીતે સાંભળ્યો મામલો-જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન ગત રાત્રે મુંબઈ એરપોર્ટ(Mumbai airport) પર જોવા મળ્યો હતો. તેની સાથે તેના બે પુત્રો અબરામ અને આર્યન ખાન પણ હતા. શાહરૂખ અબરામનો હાથ પકડીને એરપોર્ટની બહાર નીકળે છે જ્યારે આર્યન તેની બાજુમાં ચાલે છે. ત્યાં હાજર પાપારાઝી(paparazi) શાહરૂખ ખાનની તસવીરો અને વીડિયો લેવાનું શરૂ કરી દે છે. આ દરમિયાન, એક વ્યક્તિ અચાનક શાહરૂખ તરફ આગળ વધે છે અને પૂછ્યા વિના જબરદસ્તીથી તેનો હાથ પકડીને સેલ્ફી(selfie) લેવાનું શરૂ કરે છે. શાહરૂખ એ માણસ ના હાથમાંથી હાથ છોડાવે છે. તેની પ્રતિક્રિયા ગુસ્સા(angry) વાળી હતી. તે જ સમયે તેની સાથે ફરતો અબરામ આ જોઈને ડરી જાય છે.

Join Our WhatsApp Channel

વ્યક્તિની આ ક્રિયા જોઈને શાહરુખ ખાન ની પાછળ આવી રહેલ આર્યન શાહરૂખને બચાવીને આગળ વધે છે અને ચાલે છે. જો કે શાહરૂખની સાથે હંમેશા બોડીગાર્ડ(bodyguard) હોય છે, પરંતુ અચાનક એક વ્યક્તિના આ કૃત્યથી કોઈને કંઈ સમજાતું નથી. વ્યક્તિનું આ કૃત્ય જોઈને યુઝર્સે સોશિયલ મીડિયા(social media) પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.શાહરુખના એક પ્રશંસકે કમેન્ટ કરી કે, 'મારું દિલ આર્યન પર આવી ગયું, જે રીતે તેણે શાહરૂખને હેન્ડલ(shahrukh khan) કર્યો.' એક યુઝરે લખ્યું, 'આર્યનની પ્રતિક્રિયા સાચી હતી. આ લોકોનું અયોગ્ય વર્તન છે.’ એકે ટિપ્પણી કરી, ‘તે વ્યક્તિને થપ્પડ મારવી જોઈતી હતી. આ રીત શું છે?’ એક યુઝરે કહ્યું, ‘તમે પરવાનગી વિના કેવી રીતે સ્પર્શ કર્યો. લોકોનું માનસ દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું છે.’

આ સમાચાર પણ વાંચો : ઉર્ફી જાવેદને ફરી મળી રેપની ધમકી-સાયબર સેલ પર ગંભીર આરોપ લગાવતા કહી આ વાત

ગયા વર્ષે ડ્રગ્સ કેસમાં નામ આવ્યા બાદ શાહરૂખ અને આર્યન (Shahrukh khan and aryan)જાહેરમાં એકસાથે દેખાયા હોય તેવી આ પહેલી ઘટના છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ હાલમાં ફિલ્મ 'ડંકી'માં વ્યસ્ત છે. તેણે તાજેતરમાં યુકે (UK)અને યુરોપ(Europe)માં ફિલ્મનું શેડ્યૂલ પૂરું કર્યું. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ થશે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version