Site icon

સલમાન ખાન બર્થડે સ્પેશિયલ : સલમાન ખાન ની બર્થડે પાર્ટી માં શાહરુખ ખાને આપી સરપ્રાઈઝ, ‘દબંગ’ ખાનને ગળે લગાવી ને પાઠવ્યા અભિનંદન

સલમાન ખાન દર વર્ષે પોતાનો જન્મદિવસ જોરદાર રીતે ઉજવે છે. આ વખતે પણ તેણે તેના જન્મદિવસ પર ભવ્ય પાર્ટી રાખી હતી. સલમાન ખાને પોતાનો જન્મદિવસ મીડિયા સાથે ઉજવ્યો હતો. આ પ્રસંગે, તેણે પાપારાઝીને સંપૂર્ણ સ્વેગમાં પોઝ આપ્યો અને તેની સાથે કેક પણ કાપી.

Shah Rukh Khan attends Salman Khans 57th birthday bash

સલમાન ખાન બર્થડે સ્પેશિયલ : સલમાન ખાન ની બર્થડે પાર્ટી માં શાહરુખ ખાને આપી સરપ્રાઈઝ, 'દબંગ' ખાનને ગળે લગાવી ને પાઠવ્યા અભિનંદન

News Continuous Bureau | Mumbai

 બોલિવૂડના ‘દબંગ’ હીરો સલમાન ખાન ( Salman Khan ) આજે પોતાનો જન્મદિવસ ઉજવી ( birthday bash ) રહ્યો છે. સલમાન 57 વર્ષનો થયો છે.સલમાને તેના જન્મદિવસના ખાસ અવસર પર તેના પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. અભિનેતાના જન્મદિવસની ઉજવણીમાં બી-ટાઉનના ઘણા સેલેબ્સ હાજર રહ્યા હતા. સલમાનની બર્થડે પાર્ટીમાં પહોંચીને શાહરૂખ ખાને ( Shah Rukh Khan ) દબંગ ખાનને પણ ચોંકાવી દીધો હતો.

Join Our WhatsApp Community

બ્લેક લુક માં છવાઈ ગયો સલમાન ખાન

સલમાન ખાને તેના જન્મદિવસની પાર્ટીમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. પાર્ટીમાં તે ઓલ બ્લેક લુકમાં દમદાર સ્ટાઈલમાં પહોંચ્યો હતો.સલમાને પાપારાઝીને પણ ઘણા પોઝ આપ્યા હતા. સલમાનની સ્ટાઈલ અને કિલર એટીટ્યુડ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા. સલમાનના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રના ગઠબંધન પર સંકટ.. કર્ણાટકના સરહદ વિવાદને લઈને શિંદે-ફડણવીસ આમને-સામને.. શું ભાજપ ગૃહમાં ઠરાવનો વિરોધ કરશે?

સલમાનની બર્થડે પાર્ટીમાં શાહરૂખની ભવ્ય એન્ટ્રી

સલમાન ખાનના જન્મદિવસને ખાસ બનાવવા માટે શાહરૂખ ખાને પણ પાર્ટીમાં હાજરી આપી હતી.શાહરૂખ પાર્ટીમાં થોડો મોડો પહોંચ્યો, પરંતુ તેણે પોતાની ધમાકેદાર એન્ટ્રીથી બધાનું ધ્યાન ખેંચ્યું.શાહરૂખ ખાન સલમાનની પાર્ટીમાં એન્ટ્રી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 સલમાનની પાર્ટીમાં સેલેબ્સ નો મેળાવડો

સલમાન ખાન હંમેશા તેનો જન્મદિવસ તેના પનવેલ ફાર્મ હાઉસ પર ઉજવે છે, પરંતુ આ વર્ષે તેણે તેનો જન્મદિવસ તેની બહેન અર્પિતાના ઘરે ઉજવ્યો.આ અવસર પર બોલિવૂડના ઘણા દિગ્ગજ કલાકારોએ સલમાનની પાર્ટીમાં ધૂમ મચાવી હતી.તેમાં સુનીલ શેટ્ટી, સોનાક્ષી સિંહા, તબ્બુ, યુલિયા વંતુર, અરબાઝ ખાન, સોહેલ ખાન, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ, કાર્તિક આર્યન, જેવા ઘણા મોટા સ્ટાર્સ સલમાન ના જન્મદિવસ ને ખાસ બનાવવા પહુંચ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી.. કોલ્ડવેવની આગાહી, અહીં છે સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Exit mobile version