Site icon News Continuous Bureau | Mumbai

shahrukh khan king: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર બોલિવૂડ પર! શાહરૂખ ખાને દુબઈ જવાનું ટાળ્યું, મુંબઈમાં જ તૈયાર થશે ‘કિંગ’નો ભવ્ય સેટ

shahrukh khan king: ક્રૂની સુરક્ષા માટે કિંગ ખાને લીધો મહત્વનો નિર્ણય; સુહાના ખાન અને અનિલ કપૂર સાથેનો એક્શન સીન હવે વિલે પાર્લે સ્ટુડિયોમાં શૂટ થશે, ક્રિસમસ પર રિલીઝની તૈયારી.

Shah Rukh Khan Cancels ‘King’ Shoot in Dubai Amid Iran-US War Fears

Shah Rukh Khan Cancels ‘King’ Shoot in Dubai Amid Iran-US War Fears

News Continuous Bureau | Mumbai 

shahrukh khan king: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં વધી રહેલા યુદ્ધના તણાવને કારણે શાહરૂખ ખાનની મોસ્ટ એન્ટિસિપેટેડ એક્શન થ્રિલર ફિલ્મ ‘કિંગ’ ના શિડ્યુલમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં આ ફિલ્મનું એક મહત્વનું શૂટિંગ દુબઈના રણમાં થવાનું હતું, પરંતુ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે મેકર્સે ત્યાં શૂટિંગ રદ કરવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Reality Check: શું ‘ધુરંધર 2’ ની વાર્તા ૧૦૦% સાચી છે? જાણો આંતરરાષ્ટ્રીય મિશનના એ બે અસલી વિલન કોણ હતા, જેમને મારવા માટે રચાયું હતું ચક્રવ્યૂહ.

દુબઈમાં કેમ રદ થયું શૂટિંગ?

અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં ઈરાન દ્વારા દુબઈ પર પણ હુમલાની આશંકા સેવાઈ રહી છે. ફિલ્મ ‘કિંગ’ નો એક મોટો એક્શન સીન દુબઈના રણમાં શૂટ થવાનો હતો, જેના માટે તમામ મંજૂરીઓ પણ મળી ગઈ હતી. જોકે, કાસ્ટ અને ક્રૂની સુરક્ષાને સર્વોપરી રાખીને શાહરૂખ ખાન અને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે આ શિડ્યુલ પડતું મૂક્યું છે. આ સીન માટે શાહરૂખ ખાન સાથે સુહાના ખાન અને અનિલ કપૂર પણ દુબઈ જવાના હતા.


શૂટિંગ લોકેશન બદલાયું છે પરંતુ એક્શન સીન નહીં! મેકર્સે હવે આ લાર્જ સ્કેલ એક્શન સીન મુંબઈના વિલે પાર્લે સ્ટુડિયોમાં જ શૂટ કરવાનું નક્કી કર્યું છે. સ્ટુડિયોમાં જ દુબઈ જેવું રણ તૈયાર કરવા માટેનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ એક્શન સીકવન્સ માટે વિદેશી એક્શન ટીમો પણ મુંબઈ આવશે. ફિલ્મ તેના નિર્ધારિત સમયે જ પૂરી થાય તે માટે મેકર્સે શિડ્યુલ પોસ્ટપોન કરવાને બદલે લોકેશન બદલવાનો સમજદારીભર્યો નિર્ણય લીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rains મુંબઈમાં અનરાધાર વરસાદ અમિતાભ બચ્ચન અને અજય દેવગણના બંગલાઓમાં ભરાયા પાણી
Rajinikanth Jailer 2 Release Date સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર ૨’ ની સત્તાવાર રીલીઝ ડેટ જાહેર, બોક્સ ઓફિસ પર ફરી સર્જાશે નવો ઈતિહાસ?
Smriti Irani KSBKBT 2 Leap ટેલિવિઝનના સૌથી મોટા શો ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી ૨’ માં ૧૦ વર્ષનો મોટો લીપ, સ્મૃતિ ઈરાનીએ ખોલ્યા રહસ્યો
HrithikSussanne Alimony Rumors શું સુઝૈન ખાને રિતિક રોશન પાસેથી 400 કરોડની એલીમની માંગી હતી? બહેન ફરાહ ખાને તોડી ચુપ્પી
Exit mobile version