Site icon

આ સ્ટારકિડ માટે ધડક્યું શાહરુખ ખાન ની લાડલી સુહાના ખાન નું દિલ, પરિવારે પણ સંબંધ ને આપી મંજૂરી!!

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન નું નામ આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીની સૌથી હેન્ડસમ સ્ટારકીડ સાથે જોડાયેલું જણાય છે. રિપોર્ટ્સ નું માનીએ તો તેમના સંબંધને પરિવારે પણ મંજૂરી આપી દીધી છે.

shah rukh khan daughter suhana khan is dating shweta bachchan son agastya nanda

આ સ્ટારકિડ માટે ધડક્યું શાહરુખ ખાન ની લાડલી સુહાના ખાન નું દિલ, પરિવારે પણ સંબંધ ને આપી મંજૂરી!!

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ( shah rukh khan ) પુત્રી સુહાના ખાનને ( suhana khan ) લઈને આ દિવસોમાં એક રસપ્રદ માહિતી સામે આવી છે. જો મીડિયા રિપોર્ટ્સ નું માનીએ તો સુહાના ખાન આ દિવસોમાં ઈન્ડસ્ટ્રીની એક હેન્ડસમ સ્ટારકિડ ને ( dating  ) ડેટ કરી રહી છે. એટલું જ નહીં, આ બંને સ્ટાર્સ બોલિવૂડ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ માં સાથે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન શ્વેતા બચ્ચન નંદા ( shweta bachchan ) ના પુત્ર અગસ્ત્ય નંદાને ડેટ કરી રહી છે. હા, એટલું જ નહીં, એવું પણ સાંભળવામાં આવ્યું છે કે બંને લગભગ 1 વર્ષથી રિલેશનશિપમાં છે. જો અહેવાલોનું માનીએ તો, ફિલ્મ સ્ટાર્સ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ( agastya nanda ) ફિલ્મ ‘ધ આર્ચીઝ’ ના સેટ પર નજીક આવ્યા હતા.

Join Our WhatsApp Community

ક્રિસમસ પાર્ટી માં સાથે જોવા મળ્યા હતા સ્ટારકિડ્સ

આ સંદર્ભમાં એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું હતું કે અગસ્ત્ય નંદાએ ગયા વર્ષે જ ક્રિસમસ પાર્ટી દરમિયાન સુહાના ખાન ને તેના પરિવારના સભ્યો સાથે તેની જીવન સાથી તરીકે રજૂ કરી હતી. આ પાર્ટી કપૂર પરિવારે આપી હતી. જ્યાં અગસ્ત્ય નંદાએ સુહાના ખાન નો પરિચય તેના પરિવારના સભ્યો સાથે કરાવ્યો હતો. એટલું જ નહીં શ્વેતા બચ્ચન નંદા એ પણ પોતાના પુત્ર અગસ્ત્ય નંદાની પસંદગીને લીલી ઝંડી આપી દીધી હતી. તે અભિનેત્રી સુહાના ખાન ને ખૂબ પસંદ કરે છે. આવી સ્થિતિમાં આ બંને વચ્ચેના સંબંધોને પરિવારના સભ્યો તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : પ્રિન્સ હેરીએ પોતાની આત્મકથામાં કર્યો મોટો દાવો, કહ્યું- “ભાઈ વિલિયમે કરી હતી મારપીટ”

 ‘ધ આર્ચીઝ’ થી કરશે ડેબ્યુ

રસપ્રદ વાત એ છે કે, સૂત્રએ ખુલાસો કર્યો કે બંને હાલમાં તેમના સંબંધો ના પ્રારંભિક તબક્કામાં છે. આ હોવા છતાં, ન તો તેઓ મીડિયાથી તેમના સંબંધો છુપાવી રહ્યા છે અને ન તો તેઓ આ સમયે તેમના સંબંધોની પુષ્ટિ કરવાના મૂડમાં છે. બંને હાલમાં પોતાના કામ પર પણ ધ્યાન આપી રહ્યા છે. દિગ્દર્શક ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’ ફિલ્મ થી સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એક સાથે ડેબ્યૂ કરી રહ્યા છે. ખુશી કપૂર પણ આ ફિલ્મથી ફિલ્મી દુનિયામાં પગ મૂકશે.

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Hema Malini Tweet: ધર્મેન્દ્રના નિધનના ફેક ન્યૂઝ પર ભડક્યા હેમા માલિની, સોશિયલ મીડિયા પર આપી આવી માહિતી
Dharmendra Net Worth: સંઘર્ષથી કરોડો સુધી,ધર્મેન્દ્રએ ૫૧ થી શરૂ કરેલી સફર, આજે છે અધધ આટલા કરોડ ની સંપત્તિ ના માલિક
Dharmendra: ધર્મેન્દ્ર ના ૬ દાયકાના કરિયરનો દબદબો, ‘શોલે’ના ‘વીરુ’ પાત્રથી કેવી રીતે બન્યા બોલીવુડના ‘હી-મેન’!
Exit mobile version