Site icon

શાહરુખ ખાન ની ફિલ્મ પઠાણ નું ટીઝર જોઈ સક્રિય થઇ બોયકોટ ગેંગ-દીપિકા પાદુકોણ ને પણ લીધી આડે હાથ-આ કારણે થઇ રહ્યો છે વિરોધ

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર(Pathan teaser) બુધવારે રિલીઝ થઇ ગયું છે. તેણે પોતાના જન્મદિવસના અવસર પર તેની ફિલ્મ ‘પઠાણ’નું ટીઝર રિલીઝ કરીને ચાહકોને ભેટ આપી હતી. એક તરફ કિંગ ખાનના(King khan) ચાહકોએ આ ટીઝરના જોરદાર વખાણ કર્યા છે. બીજી તરફ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર બોયકોટ ગેંગના નિશાના હેઠળ આવી છે. સોશિયલ મીડિયા (social media)પર ઘણા લોકોએ આ ફિલ્મના ટીઝરને ખરાબ ગણાવ્યું છે અને શાહરૂખ ખાનને ટ્રોલ (Shahrukh khan troll)કર્યો છે.

Join Our WhatsApp Community

વાત એમ છે કે, ટ્વિટર પર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ને હોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મોની નકલ (copy)ગણાવવામાં આવી રહી છે. ‘પઠાણ’નું ટીઝર જોયા બાદ યુઝર્સે દાવો કર્યો છે કે ફિલ્મના મોટાભાગના સીન 'સાહો', 'વોર', 'ટાઈગર' અને 'કેપ્ટન અમેરિકાઃ ધ વિન્ટર સોલ્જર', 'બીસ્ટ' જેવી ફિલ્મોમાંથી કોપી કરવામાં આવ્યા છે. ટ્વિટર(twitter) પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, 'સાહોમાંથી SRKનો ફ્લાઈંગ જેટ સીન કોપી કરવામાં આવ્યો છે'.

શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નો બહિષ્કાર(Boycott Pathan) દીપિકા પાદુકોણને કારણે પણ થઈ રહ્યો છે. તેની પાછળ બે કારણો છે. દીપિકા પાદુકોણનું નામ એક સમયે ડ્રગ્સના કેસમાં(drug case) સામે આવ્યું હતું. આ સિવાય દીપિકા તેની ફિલ્મ 'છપાક'ના પ્રમોશન દરમિયાન જેએનયુ (JNU)ગઈ હતી, જ્યાં તેણે કંઈપણ બોલ્યા વિના વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો હતો. તે સમયે CAA (સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ) માટે વિરોધ ચરમસીમા પર હતો, જેને જોઈને લોકોએ તેની આકરી ટીકા કરી હતી.

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ ની આ અભિનેત્રી ઓ ખુલ્લેઆમ ઉંદર અને બિલાડીની જેમ બાખડી છે -કોઈએ મારી છે થપ્પડ તો કોઈએ માર્યો છે ટોણો

તમને જણાવી દઈએ કે 'પઠાણ'ને સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને આદિત્ય ચોપરા(Aditya chopra) દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કમબેક (comeback)કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા સલમાન ખાન પણ કેમિયો કરતો જોવા મળશે. 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version