News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ બ્લોકબસ્ટર રહી હતી. જે પછી તે પોતાની આગામી ફિલ્મ ‘જવાન’માં વ્યસ્ત થઈ ગયો. ફેન્સ પણ અભિનેતાની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ ઈદના અવસર પર કિંગ ખાન તેના ઘરની બાલ્કનીમાં આવ્યો હતો, જ્યાંથી તેણે તેના ચાહકોને હાથ હલાવી ને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. જેને જોયા બાદ ફેન્સ આશ્ચર્યમાં પડી રહ્યા છે કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે.
શાહરુખ ખાને બનાવ્યો પીઝા
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન સાથે તસવીરમાં પોઝ આપતી આ મિસ્ટ્રી ગર્લ મોડલ નવપ્રીત કૌર છે, જેને કિંગ ખાને મન્નત માં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. નવપ્રીત કૌરે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં જણાવ્યું કે કેવી રીતે શાહરૂખ ખાને તેના ઘરે મન્નતમાં તેની સંભાળ રાખી છે.મોડલે કહ્યું, મેં મારી જાતને વચન આપ્યું હતું કે ‘હું આ પોસ્ટ નહીં કરું, પરંતુ આ મેમરી ઘણી કિંમતી છે, જેને હું મારી પાસે રાખી શકી નહીં. મન્નત ખાતે મારા જીવનનો આ ખાસ દિવસ મેળવીને હું ધન્યતા અનુભવું છું. કિંગ શાહરૂખ ખાને પોતે પોતાના હાથે મારા માટે પિઝા બનાવ્યો હતો.
શાહરુખ ખાન ની મહેમાનગતિ
નવપ્રીતે વધુમાં ઉમેર્યું, ‘હું તેના પરિવાર અને મેનેજર પૂજા દદલાની સાથે ડાઇનિંગ ટેબલ પર સમય પસાર કરવું મારા માટે સૌભાગ્ય હતું શરૂઆતમાં તે મને સ્વપ્ન જેવું લાગ્યું પરંતુ શાહરૂખે જે રીતે મારી સાથે વ્યવહાર કર્યો તે આશ્ચર્યજનક હતું. ગૌરી મેમ ખૂબ જ પ્રેમાળ છે. અબરામ મારો નવો બેસ્ટ ફ્રેન્ડ છે, આર્યન ગુસ્સાવાળા લુકની સામે સ્વીટહાર્ટ છે. સુહાના કાતિલ અદાઓ માં વ્યસ્ત હતી.મોડલે પોતાની પોસ્ટમાં આગળ કહ્યું કે, ‘શાહરૂખ ખાન મને ઘરની બહાર કેબમાં મૂકવા આવ્યો હતો. કેબ ડ્રાઈવરે તેમને જોઈને સેલ્ફી લેવાની તક જતી ન કરી. તે ખરેખર અદ્ભુત હતું. મને ખાતરી નહોતી કે તે સ્વપ્ન હતું કે વાસ્તવિકતા. શાહરૂખ ખાન સાથેની નવપ્રીત કૌરની તસવીર ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે.
