News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર 31 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે. દર્શકો 28 ઓગસ્ટના રોજ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પછી સમાચાર આવ્યા કે 28ને બદલે હવે આ ટ્રેલર 31 ઓગસ્ટે રિલીઝ થશે. કિંગ ખાનના ચાહકો માટે સારા સમાચાર એ છે કે ફિલ્મનું ટ્રેલર માત્ર સોશિયલ મીડિયા અને થિયેટરોમાં જ રિલીઝ કરવામાં નહીં આવે, પરંતુ તે દુબઈના બુર્જ ખલીફા ખાતે પણ લોન્ચ કરવામાં આવશે.
શાહરુખ ખાન ની પોસ્ટ થઇ વાયરલ
જો ઓનલાઈન રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, ‘જવાન’નું ઓફિશિયલ ટ્રેલર 31 ઓગસ્ટે દુબઈમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન દુબઈમાં ‘જવાન’ માટે એક મેગા ઈવેન્ટમાં હાજરી આપે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ મુજબ, ઈવેન્ટ માટેની ટિકિટ બુકિંગ શરૂ થઈ ગઈ છે. શાહરૂખ આ કાર્યક્રમમાં તેના ચાહકોનું મનોરંજન કરે તેવી શક્યતા છે અને તે ‘જવાન’નું ટ્રેલર પણ રિલીઝ કરી શકે છે. શાહરૂખ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, ‘હું તમારી સાથે જવાનને સેલિબ્રેટ ના કરું તેવું ના બની શકે. 31મી ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગે બુર્જ ખલીફા આવો અને મારી સાથે જવાનાની ઉજવણી કરો. અને પ્રેમ એ દુનિયાની સૌથી સુંદર લાગણી હોવાથી પ્રેમના રંગમાં રંગાઈ જાઓ અને લાલ રાંકનગ પહેરો… શું કહો? તૈયાર!’
7 સપ્ટેમ્બરે રિલીઝ થશે જવાન
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અને એટલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ગૌરી ખાન દ્વારા નિર્મિત છે. શાહરૂખ ખાનની પાછલી ફિલ્મ ‘પઠાણ’એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને હવે અહેવાલ છે કે ‘જવાન’ દ્વારા શાહરૂખ ખાન તેની પાછલી ફિલ્મના ઓપનિંગ ડેનો રેકોર્ડ તોડી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan- Amitabh bachchan: 17 વર્ષ પછી ફરી સાથે આવશે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન, શું ડોન 3 સાથે છે કનેક્શન? જાણો સમગ્ર મામલો