Site icon

વિશ્વના સૌથી અમીર કલાકારોની યાદીમાં સામેલ થયો શાહરૂખ ખાન, ટોમ ક્રૂઝ અને જેકી ચેનને પછાડી હાંસલ કર્યું આ સ્થાન

હાલમાં જ વિશ્વના સૌથી અમીર કલાકારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં દુનિયાના ફિલ્મ જગતના કલાકારોના નામ આપવામાં આવ્યા છે. આ યાદીમાં ભારતીય બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનું નામ પણ સામેલ થયું છે. નવાઈની વાત એ છે કે શાહરૂખ ખાને આ લિસ્ટમાં ભારે લોકપ્રિયતા મેળવનાર અભિનેતા ટોમ ક્રૂઝ અને જેકી ચેનને પણ પાછળ છોડી દીધા છે.

shah rukh khan ranked as the fourth richest actor in the world

વિશ્વના સૌથી અમીર કલાકારોની યાદીમાં સામેલ થયો શાહરૂખ ખાન, ટોમ ક્રૂઝ અને જેકી ચેનને પછાડી હાંસલ કર્યું આ સ્થાન

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન ( shah rukh khan ) તેની ફિલ્મ ‘પઠાણ’ સાથે બોક્સ ઓફિસ પર શાનદાર કમબેક કરવા માટે તૈયાર છે. ફિલ્મના ટ્રેલરને દર્શકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. હવે ફરી એકવાર શાહરૂખ ના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. એવા અહેવાલ છે કે શાહરૂખ ખાન વિશ્વના સૌથી અમીર અભિનેતાઓની યાદીમાં ટોપ 5 માં સામેલ થઈ ગયો છે. આ મામલે શાહરૂખે હોલીવુડના ઘણા દિગ્ગજ સેલેબ્સને પાછળ છોડી દીધા છે. જો કે શાહરૂખ ખાનની ગણતરી પહેલેથી જ વિશ્વના સૌથી અમીર ( richest actor world ) અભિનેતાઓમાં થાય છે, પરંતુ હવે એક તાજેતરના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન વિશ્વનો ચોથો સૌથી અમીર અભિનેતા હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Community

શાહરૂખની ફેન ફોલોઈંગ વિદેશમાં પણ છે

8 જાન્યુઆરી એ ‘વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ ના ટ્વિટર એકાઉન્ટ પર વિશ્વના સૌથી ધનિક કલાકારોની યાદી શેર કરવામાં આવી છે, જેમાં શાહરૂખ ખાન ચોથા નંબરે છે. બોલિવૂડના મેગા સુપર સ્ટાર શાહરૂખ ખાનની જોરદાર એક્ટિંગ ના દરેક લોકો ચાહક છે. શાહરૂખની જબરદસ્ત ફેન ફોલોઈંગ ભારત ઉપરાંત વિદેશમાં પણ જોવા મળે છે. પરંતુ શાહરૂખ ખાનને બોલિવૂડનો કિંગ ખાન કેમ કહેવામાં આવે છે તેનું લેટેસ્ટ ઉદાહરણ આ ટ્વિટ છે જે હાલમાં ટ્વિટર પર વાયરલ થઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  વિરાટ કોહલી ની 45 મી સદી પર આવ્યું અનુષ્કાનું રિએક્શન, સોશિયલ મીડિયા પર ખાસ અંદાજમાં પતિ પર લુટાવ્યો પ્રેમ

ટોમ ક્રૂઝ અને જેકી ચેન ને પણ છોડી દીધા પાછળ

ટ્વીટમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાને ટોમ ક્રૂઝ અને જેકી ચેન જેવા હોલીવુડ કલાકારોને પણ હરાવ્યા છે, જેમની લોકપ્રિયતા ખૂબ જ મજબૂત છે. આ યાદીમાં આઠ કલાકારોના નામ આપવામાં આવ્યા છે, જેમાં શાહરૂખ નું નામ ચોથા નંબરે, ટોમ ક્રૂઝ પાંચમા નંબરે અને જેકી ચેન છઠ્ઠા નંબર પર છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Exit mobile version