Site icon

કેમ 4 વર્ષ સુધી શાહરૂખ ખાને લીધો હતો એક્ટિંગ માંથી બ્રેક, કિંગ ખાને આ અંગે કર્યો ખુલાસો

શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'પઠાણ'ને લઈને ચર્ચામાં છે. લાંબા સમય બાદ તે આ ફિલ્મ થી કમબેક કરી રહ્યો છે. આ ઉપરાંત શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ખાન પણ તેના ડેબ્યુની તૈયારી કરી રહી છે. હાલમાં જ શાહરૂખે સુહાના સાથે જોડાયેલી એક વાતનો ખુલાસો કર્યો છે.

shah rukh khan talks about his acting break because of his daughter suhana

કેમ 4 વર્ષ સુધી શાહરૂખ ખાને લીધો હતો એક્ટિંગ માંથી બ્રેક, કિંગ ખાને આ અંગે કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનના ( shah rukh khan )  દુનિયાભરમાં લાખો ચાહકો છે. ચાહકો લગભગ ચાર વર્ષથી ( acting break ) કિંગ ખાનના સ્ક્રીન પર કમબેકની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ચાહકોના મનમાં એક જ સવાલ આવતો હતો કે શું કારણ છે કે કિંગ ખાન ફિલ્મો નથી કરી રહ્યો. તે જ સમયે, શાહરૂખ ખાને આટલા વર્ષો સુધી સ્ક્રીનથી દૂર રહેવાનું ( suhana khan ) કારણ આપ્યું છે.

Join Our WhatsApp Community

 શાહરુખ ખાને આપ્યું કારણ

આખરે લાંબી રાહ જોયા બાદ શાહરૂખ ખાનના ( shah rukh khan ) ચાહકોને તે સવાલનો જવાબ મળી ગયો જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન કિંગ ખાને આના ઉપર ખુલી ને વાત કરી. એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં કિંગ ખાને જણાવ્યું કે દીકરી સુહાના ખાનના કારણે તે બ્રેક પર હતો. કિંગ કહે છે, સુહાના ન્યૂયોર્ક ભણવા ગઈ હતી. મેં 8 મહિના સુધી મારી દીકરીના કોલની રાહ જોઈ. હું કોઈ ફિલ્મ સાઈન નહોતો કરી રહ્યો. એમ વિચારીને તે મને ફોન કરશે. પછી એક દિવસ મેં તેને ફોન કરીને કહ્યું, ‘શું હું હવે કામ શરૂ કરી શકું?’ ત્યારે તેણે કહ્યું, ‘તમે કામ કેમ નથી કરતા?’ મેં કહ્યું, ‘મને લાગ્યું કે તું ન્યૂયોર્કમાં એકલતા અનુભવીશ, તેથી તું મને કોલ કરીશ.’ મતલબ કે કિંગ ખાન વિચારતો હતો કે સુહાના કદાચ એકલું ફીલ ના થાય. તેથી જ જ્યારે સુહાના ફોન કરશે ત્યારે તે તેની પાસે જશે. બસ આટલું વિચારીને શાહરૂખ ખાન કોઈ પ્રોજેક્ટમાં વ્યસ્ત નહોતો થયો.

આ સમાચાર પણ વાંચો:  Viral video : લ્યો કરો વાત, હોટલમાં લોકોના મનોરંજન માટે ગીતો નહીં પણ એડવર્ટાઈઝમેન્ટ ગવાય છે. જુઓ વિડિયો.

રોમેન્ટિક નહીં હવે એક્શન ફિલ્મ કરવા માંગે છે શાહરુખ ખાન

શાહરૂખ ઈન્ટરવ્યુમાં જણાવે છે કે કોવિડના કારણે તે પ્રોજેક્ટ્સને આગળ ધપાવતો રહ્યો. આ પછી તેણે યશ રાજ ફિલ્મ્સની એક્શન ફિલ્મ પઠાણ ફાઈનલ કરી. બોલિવૂડ સુપરસ્ટારનું કહેવું છે કે તેણે લવ સ્ટોરી, સોશિયલ ડ્રામા અને બેડ બોયઝ જેવી ઘણી ભૂમિકાઓ સ્ક્રીન પર કરી છે. પરંતુ કોઈ તેને એક્શન ફિલ્મ કરવાની તક આપતું ન હતું. શાહરૂખ કહે છે, ‘હું 57 વર્ષનો થઇ ગયો છું.તેથી મેં વિચાર્યું કે હવે મારે એક્શન ફિલ્મો કરવી જોઈએ. આગામી 10 વર્ષ સુધી હું માત્ર એક્શન ફિલ્મો જ કરીશ.’

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version