Site icon

Shahid kapoor: આલિયા કે કરીના નહિ શાહિદ ના મતે આ અભિનેત્રીઓ છે ખૂબ જ સારી ડાન્સર, અભિનેતા ને ડાન્સ માં આપે છે સખત સ્પર્ધા

Shahid kapoor: શાહિદ કપૂર ને બોલિવૂડ નો સારો ડાન્સર માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છે કો શાહિદ ના મતે કઈ અભિનેત્રી છે જે સારી ડાન્સર છે તો ચાલો જાણીયે તે અભિનેત્રીઓ વિશે

shahid kapoor lauds priyanka chopra deepika padukone a very good dancer

shahid kapoor lauds priyanka chopra deepika padukone a very good dancer

News Continuous Bureau | Mumbai 

Shahid kapoor: શાહિદ તેની ફિલ્મ દેવા ને લઈને ચર્ચામાં છે. શાહિદ હાલ આ ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે. શાહિદ કપૂર ને બોલિવૂડ નો સારો ડાન્સર માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છે કો શાહિદ ના મતે કઈ અભિનેત્રી છે જે સારી ડાન્સર છે. શાહિદ કપૂરે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વિશે ખુલાસો કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sky force: સ્કાય ફોર્સ ને મળ્યો પ્રજાસતાક દિવસ નો લાભ, અક્ષય ની ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર કરી કમાલ, જાણો કુલ કલેક્શન

શાહિદ ના મતે આ અભિનેત્રી છે સારી ડાન્સર 

શાહિદ કપૂર એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે ઇન્ડસ્ટ્રી ની એવી કઈ અભિનેત્રી છે જે તને ડાન્સ માં હરાવી શકે જેના જવાબ માં શાહિદ કપૂરે કહ્યું, “ઘણી અભિનેત્રીઓ એવી છે જે મહાન ડાન્સર છે. મેં તેમાંથી ઘણી સાથે પહેલા પણ કામ કર્યું છે. પ્રિયંકા ખૂબ જ સારી ડાન્સર છે, દીપિકા ખૂબ જ સારી ડાન્સર છે. મને ફિલ્મ દેવામાં પૂજા હેગડેનો ડાન્સ ખૂબ ગમ્યો.તેની સાથે ડાન્સ કરવાની મજા આવી. કિયારા એક સારી ડાન્સર છે પણ અમે સાથે ડાન્સ નથી કર્યો. જ્યારે મેં અમૃતા સાથે કામ કર્યું ત્યારે પણ તે એક સારી ડાન્સર હતી. મેં ક્યારેય કેટરિના સાથે ગીત નથી કર્યું પણ તે એક શાનદાર ડાન્સર છે.”


શાહિદ કપૂરે આલિયા ભટ્ટ કે કરીના નું નામ નહોતું લીધું જયારે કે તે આ બંને અભિનેત્રીઓ સાથે કામ કરી ચુક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version