Vimal Ad Controversy: પાન મસાલાની એડ કરવી શાહરુખ, અજય અને ટાઇગર ને પડી ભારે, જારી થઇ નોટિસ, આ તારીખે રહેવું પડશે હાજર

Vimal Ad Controversy: શાહરુખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફ એ પાન મસાલાની એડ કરી હતી જેમાં "દાને દાનેમાં કેસરનો દમ" પંક્તિએ વિવાદ ઊભો કર્યો, સ્ટાર્સ સામે કાનૂની કાર્યવાહી શરૂ

by Zalak Parikh
Shahrukh, Ajay, Tiger in Trouble Over Pan Masala Ad Punchline, Legal Notice Issued

News Continuous Bureau | Mumbai

Vimal Ad Controversy: વિમલ પાન મસાલાની જાહેરાત માં શાહરુખ ખાન, અજય દેવગનઅને ટાઈગર શ્રોફલાંબા સમયથી જોવા મળે છે. હવે આ એડની પંક્તિ “દાને દાને મે કેસર કા દમ”  ને લઈને વિવાદ ઊભો થયો છે. જયપુર કન્ઝ્યુમર ફોરમ દ્વારા વિમલ કંપની અને આ એડમાં કામ કરનારા તમામ સ્ટાર્સને નોટિસ જારી કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ

“દાને દાને મે કેસર કા દમ” પંક્તિ પર સવાલ

યાચિકાકર્તાઓએ દાવો કર્યો છે કે જ્યારે બજારમાં કેસરની કિંમત 5 લાખ રૂપિયા પ્રતિ કિલો છે, ત્યારે પાન મસાલાના દરેક દાણામાં કેસરનો સ્વાદ કેવી રીતે હોઈ શકે? આ દાવા ભ્રામક  અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનાર ગણાયો છે. આ મુદ્દે સ્ટાર્સના રાષ્ટ્રીય પુરસ્કારો પાછા ખેંચવાની માંગ પણ કરવામાં આવી છે.સ્ટેટ કન્ઝ્યુમર ફોરમ દ્વારા વિમલ પાન મસાલાના ઉત્પાદકો અને એડમાં કામ કરનારા સ્ટાર્સને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે. અગાઉ 12 ઓગસ્ટે ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર કમિશન દ્વારા આ યાચિકા રદ કરવામાં આવી હતી, પરંતુ હવે રાજ્ય સ્તરે ફરીથી કાર્યવાહી શરૂ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by yourtigerkajs😈 (@tigeriankaartik)


યાચિકામાં પાન મસાલાની વેચાણ પર પ્રતિબંધ મૂકવાની અને કંપની પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની માંગ કરવામાં આવી છે. આ વિજ્ઞાપનને “ભ્રામક” ગણાવીને જાહેર જનતાને ગેરમાર્ગે દોરવા નો આરોપ લગાવવામાં આવ્યો છે.રાજસ્થાનના રાજ્ય ગ્રાહક નિવારણ પંચે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને નોટિસ ફટકારી છે. કમિશને આ ત્રણેય કલાકારો અને વિમલ પાન મસાલા કંપનીને 8 ઓક્ટોબર 2025 ના રોજ રૂબરૂમાં અથવા વકીલ દ્વારા હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More