Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: એક પાર્ટી માં સાથે જોવા મળ્યા શાહરુખ ખાન અને રાજકુમાર હીરાની, કિંગ ખાન ના લુકે લૂંટી લાઈમલાઈટ, જુઓ વિડીયો

Shahrukh khan: જવાન બાદ શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી આ ડિસેમ્બરમાં રિલીઝ થવા જઈ રહી છે.આ દરમિયાન શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાની એક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રાઈવેટ પાર્ટીનું આયોજન 'ડંકી’ નું શૂટિંગ પૂરું થવાના પ્રસંગે કરવામાં આવ્યું હતું.

shahrukh khan and rajkumar hirani seen together in party king khan looks handsome in black suit

shahrukh khan and rajkumar hirani seen together in party king khan looks handsome in black suit

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન 2023  નું વર્ષ  લકી સાબિત થયું છે. કિંગ ખાન ની બન્ને ફિલ્મ પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે ચાહકો શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષ ના ડિસેમ્બર મહિનામાં રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાની દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ માં શાહરૂખ ખાન સાથે તાપસી પન્નુ પણ મુખ્ય ભૂમિકામાં હશે. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાની ગઈ કાલે રાત્રે મુંબઈમાં એક ખાનગી પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel

 

પાર્ટીમાં સાથે જોવા મળ્યા શાહરુખ ખાન અને રાજકુમાર હીરાની 

તાજેતરમાં જ શાહરુખ ખાન તેની ફિલ્મ ડંકી ના નિર્દેશક રાજકુમાર હીરાની સાથે એક પાર્ટી માં જોવા મળ્યો હતો આ પાર્ટી માં શાહરુખ ખાને જેટ બ્લેક બ્લેઝર પહેર્યું હતું જેની સાથે તેને મેચિંગ ફોર્મલ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. કિંગ ખાને શોર્ટ પોનીટેલ અને બ્લેક શૂઝની જોડી સાથે તેની સિગ્નેચર હેરસ્ટાઈલથી તેનો લુક પૂર્ણ કર્યો હતો. બીજી તરફ રાજકુમાર હીરાની એ મરૂન રંગનું સ્લીવલેસ જેકેટ સાથે સફેદ શર્ટ પહેર્યું હતું. શાહરૂખ ખાનની લક્ઝુરિયસ રોલ્સ રોયસ કુલીનનમાંથી જેવા જ બંને બહાર આવ્યા કે લોકો શાહરૂખ ખાનના નામથી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. પાર્ટીમાં બંનેનો સ્ટનિંગ લુક ચર્ચામાં રહ્યો હતો.


સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે રાજકુમાર હિરાનીએ ‘ડંકી’ ‘નું શૂટિંગ પૂરું થયાની ઉજવણીમાં પાર્ટીનું આયોજન કર્યું હતું.જેમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન અને દીકરી સુહાના ખાને હાજરી આપી હતી.

આ  સમાચાર પણ વાંચો :  UT 69 trailer: રાજ કુન્દ્રા ની ડેબ્યુ ફિલ્મ UT 69 નું ટ્રેલર થયું રિલીઝ, ખાવા- સુવા માટે કર્યો સંઘર્ષ,જાણો શિલ્પા શેટ્ટી ના પતિ એ આર્થર રોડ જેલ માં કેવી રીતે વિતાવ્યા 64 દિવસ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version