Site icon

Shahrukh khan and Suhana khan: મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર શાહરુખ ખાન અને સુહાના ખાન, ફિલ્મ નું નામ અને શૂટિંગ ની તારીખ આવી સામે

Shahrukh khan and Suhana khan: ડંકી બાદ શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ની તૈયારી કરી લીધી છે. આ ફિલ્મમાં તેની સાથે તેની સુહાના ખાન પહેલીવાર સ્ક્રીન શેર કરશે. આ એક એક્શન ફિલ્મ હશે જેનું નામ હવે જાહેર કરવામાં આવ્યું છે

shahrukh khan and suhana khan action movie king shooting stars next year

shahrukh khan and suhana khan action movie king shooting stars next year

News Continuous Bureau | Mumbai

ડંકી બાદ હવે શાહરુખ ખાને તેની આગામી ફિલ્મ ની તૈયારી શરૂ કરી દીધી છે. હવે શાહરુખ ખાન તેની આગામી ફિલ્મમાં પુત્રી સુહાના સાથે જોવા મળશે. મોટા પડદા પર સુહાના ખાન ની આ ડેબ્યુ ફિલ્મ હશે.જોકે,સુહાના OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ ની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી તેના એક્ટિંગ કરિયર તેની શરૂઆત કરવા જઈ રહી છે. હવે મીડિયા માં એવા સમાચાર વહેતા થયા છે કે, શાહરુખ ખાન અને સુહાના ખાન ની આ ફિલ્મ એક્શન થ્રિલર હશે. હવે આ ફિલ્મ ના નામ થી સાથે સાથે ફિલ્મ ના શૂટિંગ ની પણ તારીખ સામે આવી છે.  

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ નું નામ 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ અને સુહાનાની આ ફિલ્મનું નામ ‘કિંગ’ હશે. એવા પણ સમાચાર છે કે કિંગ ખાન આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ કરશે. મીડિયા રિપોર્ટ માં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફિલ્મ એક્શન થ્રિલર થી ભરપૂર હશે, જેમાં શાહરુખ ખાન અને સુહાના ખાન એકદમ અલગ અંદાજમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: વર્લ્ડ કપ 2023 ની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ની ફાઇનલ મેચ જોવા પહોંચેલા શાહરુખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે થયા કિંગ ખાન ના વખાણ, જુઓ વિડિયો

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ નું પ્રી-પ્રોડક્શન વર્ક પૂર્ણ થઈ ગયું છે. સુજોય ઘોષ શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ ‘કિંગ’નું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. ફિલ્મનો મુખ્ય પ્લોટ ઈમોશનલ છે અને તેમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળશે. આ ફિલ્મ શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ અને સિદ્ધાર્થ આનંદના પ્રોડક્શન હાઉસ માર્ફ્લિક્સ એન્ટરટેનમેન્ટ દ્વારા બનાવવામાં આવી રહી છે.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version