Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ને મળ્યો DPIFF 2024 નો બેસ્ટ અભિનેતાનો એવોર્ડ, જાણો બીજા કોને કોને મળ્યો આ એવોર્ડ

Shahrukh khan: ગઈકાલે સાંજે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં બોલિવૂડ ની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. શાહરુખ ખાન ને શ્રેષ્ઠ અભિનેતા નો એવોર્ડ મળ્યો હતો

shahrukh khan best actor dpiff 2024 full award list

shahrukh khan best actor dpiff 2024 full award list

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે લકી સાબિત થયું હતું. આ વર્ષે શાહરુખ ખાને ત્રણ હિટ ફિલ્મ આપી હતી. હવે શાહરુખ ખાન ને તેની ફિલ્મ જવાન માટે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં શ્રેષ્ઠ અભિનેતા નો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ નું આયોજન ગઈકાલે સાંજે મુંબઈ માં થયું હતું,. આ એવોર્ડ કાર્યક્રમમાં હાજરી આપવા ઘણી મોટી હસ્તી પહોંચી હતી.શાહરુખ ખાન ને એવોર્ડ મળતા તેને તેની ખુશી વ્યક્ત કરી હતી.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Riteish deshmukh: ભરી સભામાં પિતા વિલાસરાવ દેશમુખ ને યાદ કરી ખૂબ રડ્યો રિતેશ દેશમુખ, અભિનેતા એ માન્યો આ વ્યક્તિ નો આભાર

શાહરુખ ખાન ને મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ 

શાહરૂખ ખાન ને એવોર્ડ મળતા તેને જ્યુરી નો આભાર માનતા કહ્યું,’ મને શ્રેષ્ઠ અભિનેતા તરીકે પસંદ કરવા બદલ સમગ્ર જ્યુરીનો ખૂબ ખૂબ આભાર. મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યાને ઘણા વર્ષો વીતી ગયા. મને લાગવા લાગ્યું હતું કે મને આ સન્માન ફરી ક્યારેય નહીં મળે પરંતુ હવે આ એવોર્ડ મેળવીને હું ખૂબ જ ખુશ છું. મને એવોર્ડ્સ ગમે છે. હું થોડો લોભી છું.’ શાહરુખ ખાને સ્પીચ ને આગળ વધારતા કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું કે લોકો હજુ પણ મારા કામને ઓળખી રહ્યા છે. ફિલ્મમાં માત્ર કલાકારનું કામ મહત્વનું નથી હોતું. એક ફિલ્મ અનેક લોકોની મહેનતથી બને છે. કલાકાર તેની આસપાસના લોકો પાસેથી શીખીને કલાકાર બને છે. તેથી મને આ એવોર્ડ અપાવવામાં ઘણા લોકોએ સહયોગ આપ્યો છે. હું વચન આપું છું કે હું સખત મહેનત કરતો રહીશ. હું ભારત અને વિદેશમાં લોકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખીશ, પછી ભલે મારે ડાન્સ,પડવું, ઉડવું, રોમાન્સ, ખરાબ વ્યક્તિ, સારો વ્યક્તિ બનવાનું હોય, ઇન્શાઅલ્લાહ હું સખત મહેનત કરીશ.’


શાહરુખ ખાન સિવાય નયનતારા ને પણ ફિલ્મ જવાન માટે શ્રેષ્ઠ અભિનેત્રી નો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મ એનિમલ માટે બોબી દેઓલ ને શ્રેષ્ઠ ખલનાયક નો એવોર્ડ મળ્યો હતો. વિકી કૌશલ ને તેની ફિલ્મ સેમ બહાદુર માટે શ્રેષ્ઠ અભિનેતા(ક્રિટિકસ) નો એવોર્ડ મળ્યો હતો.સંદીપ રેડ્ડી વાંગા ને તેમની ફિલ્મ એનિમલ માટે શ્રેષ્ઠ નિર્દેશક નો એવોર્ડ મળ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version