Site icon

ફરી ‘બાદશાહ’ બન્યો શાહરૂખ ખાન, આ દિગ્ગજોને પછાડીને TIME 100 રીડર પોલમાં બન્યો નંબર વન

શાહરૂખ ખાનને ફિલ્મ 'પઠાણ' માટે 1.2 મિલિયન એટલે કે 12 લાખ વોટમાંથી 4% વોટ મળ્યા છે. મેગેઝીને તાજેતરમાં TIME ની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની વાર્ષિક યાદી બહાર પાડી છે, જેમાં શાહરૂખ ખાન ટોચ પર છે.

shahrukh khan big achievement wins time100 reader poll 2023

ફરી 'બાદશાહ' બન્યો શાહરૂખ ખાન, આ દિગ્ગજોને પછાડીને TIME 100 રીડર પોલમાં બન્યો નંબર વન

News Continuous Bureau | Mumbai

પઠાણ અભિનેતા શાહરૂખ ખાનને એમ જ કિંગ કહેવામાં નથી આવતો. તેના ચાહકો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વસે છે. તેના ચાહકો અભિનેતાને ખૂબ પસંદ કરે છે. હાલમાં જ તેની ફિલ્મ ‘પઠાણ’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી, ત્યારબાદ ફેન્સમાં અભિનેતા પ્રત્યેનો ક્રેઝ જોવા મળ્યો હતો. લોકોએ ફિલ્મને એટલી ઉત્સાહથી જોઈ કે પઠાણે દેશભરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી. હવે શાહરૂખ ખાને ફરી એકવાર તેના ચાહકો અને દેશનું નામ રોશન કર્યું છે. શાહરૂખ ખાને 2023 ટાઈમ 100 પોલમાં જીત મેળવી છે અને તે ટાઈમ 100 ની યાદીમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ બની ગયો છે.

Join Our WhatsApp Community

 

આ દિગ્ગ્જ્જો ને પાછળ છોડી શાહરુખ બન્યો નંબર વન 

કુલ 12 લાખથી વધુ લોકોએ 2023 ના ટાઈમ 100 મતદાન માટે મતદાન કર્યું હતું, જેમાં શાહરૂખ ખાન 4 ટકા મતો સાથે ટોચ પર છે. તેના સિવાય હોલીવુડ અભિનેત્રી મિશેલ યોહ,વિશ્વની સૌથી પ્રખ્યાત ટેનિસ ખેલાડી માંથી એક સેરેના વિલિયમ્સ,, મેટા (ફેસબુક)ના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા આ યાદીમાં સામેલ છે.ટાઈમ 100 ની યાદી વિશે વાત કરીએ તો, 22 વર્ષની મહસા અમીનીએ બીજું સ્થાન મેળવ્યું, જ્યારે સસેક્સના ડ્યુક અને ડચેસ પ્રિન્સ હેરી અને મેઘનને ત્રીજું અને ચોથું સ્થાન મળ્યું. ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સી પાંચમા સ્થાને છે. તે જ સમયે, શાહરૂખ ખાને બધાને પાછળ છોડીને નંબર વન પર સ્થાન મેળવ્યું હતું.

 

શાહરુખ ખાન નું વર્કફ્રન્ટ  

શાહરૂખ ખાન ભારતના સૌથી પ્રસિદ્ધ અભિનેતા અને આંતરરાષ્ટ્રીય આઇકોન છે. તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ નો સહ-માલિક પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ‘પઠાણ’ બાદ તેની આગામી ફિલ્મ ‘જવાન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે નયનતારા છે, જ્યારે દીપિકા પાદુકોણ પણ કેમિયો કરતી જોવા મળશે. શાહરૂખ ખાન ડંકીને લઈને પણ સતત ચર્ચામાં રહે છે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version