Site icon

Shahrukh khan birthday: એક સમયે નાના ઘરમાં રહેતા શાહરુખ ખાન પાસે આજે દેશ થી લઈને વિદેશ સુધી છે કરોડોની પ્રોપર્ટી, જાણો કિંગ ખાન ની નેટવર્થ વિશે

Shahrukh khan birthday: શાહરુખ ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. પોતાની કરિયર ના શરૂઆત ના દિવસો માં શાહરુખ ખાન ખુબ જ નાના ઘરમાં રહેતો હતો હવે આજે તેની ફક્ત દેશ માં જ નહીં પરંતુ વિદેશ માં પણ ઘણી પ્રોપર્ટી છે.

shahrukh khan birthday special know king khan net worth

shahrukh khan birthday special know king khan net worth

News Continuous Bureau | Mumbai

Shahrukh khan birthday: શાહરુખ ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. શાહરુખ ખાને ટીવી થી પોતાના અભિનય કરિયર ની શરૂઆત કરી હતી. ત્યારબાદ શાહરુખ ખાને વર્ષ 1992 માં ફિલ્મ દીવાના થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. શાહરુખ ખાને ઇન્ડસ્ટ્રી માં પોતાની જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે શાહરૂખ ખાને ગૌરી સાથે લગ્ન કર્યા ત્યારે તેની પાસે રહેવા માટે સારું ઘર પણ નહોતું. તે ખુબ જ નાના ઘરમાં રહેતો હતો. હવે આજે તેની ફક્ત દેશ માં જ નહીં પરંતુ વિદેશ માં પણ ઘણી પ્રોપર્ટી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 vs Singham again: કાર્તિક આર્યન ની ભૂલ ભુલૈયા 3 કે પછી અજય દેવગણની સિંઘમ અગેન, જાણો કઈ ફિલ્મે મારી એડવાન્સ બુકીંગ માં બાજી

શાહરુખ ખાન ની નેટ વર્થ 

શાહરુખ ખાન ની ગણતરી હવે સૌથી અમીર એક્ટર્સમાં થાય છે. શાહરુખ ખાન ની લોકપ્રિયતા ફક્ત દેશ માં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ની કુલ સંપત્તિ 7300 કરોડ રૂપિયા છે.શાહરુખ ખાન એક ફિલ્મ માટે લગભગ 150-250 કરોડ રૂપિયા લે છે. અભિનેતા હોવા ઉપરાંત શાહરુખ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ અને તેની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નો માલિક છે. આ ઉપરાંત શાહરૂખ કિડઝાનિયાની ફ્રેન્ચાઈઝી ઈમેજીનેશન એડ્યુટેઈનમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો સહ-માલિક પણ છે. શાહરુખ તેના પ્રોડક્શન હાઉસમાંથી દર વર્ષે 500 કરોડ રૂપિયા કમાય છે. આ ઉપરાંત શાહરુખ એક જાહેરાત ના  3.5 થી 4 કરોડ રૂપિયા લે છે.


શાહરુખ ખાન પાસે કરોડો ની પ્રોપર્ટી છે. મુંબઈ ના બાંદ્રા વિસ્તારમાં શાહરૂખ ખાન નો એક બંગલો મન્નત છે જેની કિંમત લગભગ 200 કરોડ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ના અલીબાગ માં પણ શાહરુખ ખાન ની એક પ્રોપર્ટી છે જેની કિંમત 15 કરોડ જણાવવામાં આવી રહી છે. આ સિવાય શાહરુખ ખાન નું લંડનમાં એક આલીશાન ઘર છે. જેની કિંમત 183 કરોડ રૂપિયા છે.શાહરુખ ખાન નો દુબઈના પામ જુમેરાહમાં તેના ખાનગી ટાપુ પર એક વીલા છે.આ વિલાની કિંમત 100 કરોડ રૂપિયા છે.

Abhinav Kashyap: ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે સલમાન અને ખાન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, તેમનું નિવેદન થયું વાયરલ
Asha Bhosle birthday special: દિગ્ગ્જ ગાયિકા ની સાથે સાથે સફળ બિઝનેસ વુમન પણ છે આશા ભોંસલે, જાણો તેમના જન્મદિવસ પર તેમના વિશે અજાણી વાતો
Kartik Aaryan and Sreeleela: કાર્તિક આર્યન અને શ્રીલીલા ના ડેટિંગ ના સમાચારે પકડ્યું જોર, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો
Amitabh Bachchan: મુંબઈમાં વર્ષો સુધી રહેવા છતાં મરાઠી ન આવડવા અંગે અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યો સવાલ, સોશિયલ મીડિયા પર બિગ બી એ આપ્યો આવો આપ્યો જવાબ
Exit mobile version