Site icon News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ફિલ્મ પઠાણ ને બોયકોટ ટ્રેન્ડ થી બચાવવામાં વ્હારે આવ્યું ટ્વીટર -જાણો કેવી રીતે બદલાઈ રહ્યું છે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ

News Continuous Bureau | Mumbai

દેશમાં યોજાનારી ચૂંટણી(election) દરમિયાન રાજકીય દાવપેચ તરીકે ઉપયોગમાં લેવાતા હેશટેગ્સનું (hashtag)આગળ શું થશે, તે તો ખબર નથી, પરંતુ ટ્વિટરનું રવૈયો બદલવાની અસર બોલિવૂડ પર દેખાવા લાગી છે. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનની ફિલ્મોનો બહિષ્કાર કરવાનો પ્રયાસ કરી રહેલા ટ્રોલર્સ આ વખતે કામ નથી કરી રહ્યા. સૂત્રો જણાવે છે કે યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મ 'પઠાણ'ના ટીઝરથી, ટ્વિટર પર હેશટેગ #BoycottPathaanને ટ્રેન્ડ કરવાનો પ્રયાસ કર્યો તેટલી વખત ટ્વિટરે તેનું અલ્ગોરિધમ (algorythem)બદલ્યું. ટ્વિટર પર હિન્દી ફિલ્મો વિરુદ્ધના(boycott bollywood film) અભિયાનોમાં ફિલ્મ 'પઠાણ' પહેલી ફિલ્મ છે, જેની સામે કોઈ બહિષ્કાર હેશટેગ એક કલાકથી વધુ સમય માટે ટ્રેન્ડ કરી શકતો નથી.

Join Our WhatsApp Channel

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા (sushant singh rajput death)બાદ બોલિવૂડની ઘણી મોટી હસ્તીઓ સોશિયલ મીડિયા (social media)પર હુમલાનો શિકાર બની છે. ફિલ્મ 'સડક 2' થી બૉયકોટ બોલિવૂડ અભિયાનની શરૂઆત થઈ ત્યાર થી, તાજેતરમાં, ટ્રેલર આવતાની સાથે જ લગભગ દરેક હિન્દી ફિલ્મનું ટ્રેલર ટ્રેન્ડ(trailer trend) કરી રહ્યું છે. કહેવાય છે કે આની પાછળ એક આખી ટીમ કામ કરી રહી છે, જેને ટેક્નિકલ ભાષામાં 'વોટર આર્મી' (water army)કહેવામાં આવે છે. આ કાર્ય માટે, તમને પ્રતિ ટ્વીટ, પ્રતિ લાઈક અને પ્રતિ રીટ્વીટ ના પૈસા મળે છે. મુંબઈમાં(Mumbai) કેટલીક એજન્સીઓ કોઈપણ હેશટેગને ટ્રેન્ડ કરવા માટે કોન્ટ્રાક્ટ લઈ રહી છે અને તેમાંથી તેઓ સારી એવી કમાણી કરે છે. આ એજન્સીઓ વેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી પણ આ હેશટેગ્સને ટ્વિટ કરવાનો પ્રસ્તાવ મૂકે છે.જૂન 2020 થી ફિલ્મ 'પઠાણ'ના ટ્રેલર (pathan trailer)રિલીઝ સુધી, આ પ્રથમ વખત છે જ્યારે બોલિવૂડ વ્યક્તિત્વ અથવા ફિલ્મ વિરુદ્ધ નકારાત્મક હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ નથી થઈ રહ્યું. ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ટ્વિટર પર ફિલ્મના બહિષ્કારનું હેશટેગ(Boycott hashtag) ઉભરી આવ્યું હતું અને કેટલાક યુઝર્સ દ્વારા આ હેશટેગને બળજબરીથી 'પુશ' કરવામાં આવી રહ્યું હોવાનું એલર્ટ ટ્વિટર ઓફિસ ની  સામે આવતાં જ તેના ટેકનિશિયનોએ તેનું અલ્ગોરિધમ બદલી નાખ્યું હતું. . ટ્વિટર પાસે એવી સિસ્ટમ(system) છે કે જે હેશટેગને જબરદસ્તીથી પુશ કરવા બદલ તેને શોધી અને અટકાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ બની Oops Momentનો શિકાર- વારંવાર ડ્રેસને બરાબર કરતી જોવા મળી

સૂત્રો જણાવે છે ટ્વિટર ના બદલાયેલા વલણે તેની ટેકનિકલ ટીમે(technical team) જે સૌથી મોટું કામ હાથ ધર્યું તે એવા યુઝર્સને શોધવાનું છે કે જેઓ કોઈ પણ સમયે એક જ પોસ્ટ શેર કરે છે અને તે જ હેશટેગનો વારંવાર ઉપયોગ કરે છે. આ કારણે ફિલ્મ 'પઠાણ'નો સોશિયલ મીડિયા બહિષ્કાર થઈ રહ્યો નથી. હવે જ્યારે પણ ટ્વિટર(twitter) પર એક કલાકમાં એક હજારથી વધુ વખત હેશટેગ ટ્વીટ કરવામાં આવે છે, ત્યારે ટ્વિટરનું AI તરત જ તેને પકડી લે છે અને તેના વિશે ટેકનિકલ ટીમને ચેતવણી જારી કરે છે.આ કિસ્સામાં, બોલિવૂડને ટ્વિટર પર ફ્લોક કરીને હેશટેગ ટ્રેન્ડ કરનારાઓને ઓળખવાનો આ ફાયદો મળી રહ્યો હોવાનું લાગી રહ્યું છે અને તેના કારણે બોલિવૂડમાં(Bollywood) પણ ખુશી જોવા મળી રહી છે. પરંતુ, આગામી દિવસોમાં, તે એવા લોકોને નુકસાન પહોંચાડી શકે છે જેઓ કોઈપણ ગીત, ટ્રેલર અથવા પોસ્ટરને પ્રમોટ કરવા માટે હેશટેગ ટ્રેન્ડ(hashtag trend) મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આવા પ્રયાસો જાહેરાત હેઠળ આવશે અને તેના અલ્ગોરિધમને જોયા પછી, ટ્વિટર સંબંધિત એકાઉન્ટ્સને પ્રમોશનલ એકાઉન્ટ્સમાં (promotional account)પણ કન્વર્ટ કરવાની પહેલ કરી શકે છે.

Ramayan Advance Booking રણબીર કપૂરની ‘રામાયણ’નું બોક્સ ઓફિસ પર તોફાન, પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગમાં ૪ કરોડથી વધુની કમાણી
Ranveer Singh Dhurandhar Promotion રણવીર સિંહે કેમ નહોતું કર્યું ‘ધુરંધર’નું પ્રમોશન? માર્કેટિંગ હેડે હવે કર્યો મોટો ખુલાસો
Ranbir Kapoor Ramayana Tax Free રણબીર કપૂરની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ ટેક્સ ફ્રી જાહેર, વિજયાદશમીના પર્વે કરાઈ મોટી જાહેરાત
Ramayan Kumbhakaran Vadh Scene રામાયણમાં કેવી રીતે શૂટ થયો હતો કુંભકર્ણ વધનો સીન? આ ટેકનિકથી કપાયા હતા હાથ, ધડ અને માથું
Exit mobile version