Site icon

Shahrukh khan: શું ખરેખર શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા નું હતું અફેર? વર્ષો બાદ કિંગ ખાન ના મિત્ર એ જણાવી હકીકત

Shahrukh khan: શાહરુખ ખાન ને પ્રિયંકા ચોપરા એ ડોન 2 માં સાથે કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ થી બંને વચ્ચે અફેર ની શરૂઆત થઇ હતી. હવે શાહરુખ ખાન ના નજીક ના મિત્ર વિવેક વાસવાની એ શાહરુખ અને પ્રિયંકા ના અફેર ની હકીકત જણાવી છે.

shahrukh khan ever dated priyanka chopra actor producer vivek vaswani reveals the truth

shahrukh khan ever dated priyanka chopra actor producer vivek vaswani reveals the truth

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: બોલિવૂડ માં શાહરુખ ખાન ને કિંગ ઓફ રોમાન્સ પણ કહેવામાં આવે છે. શાહરુખ ખાન એક સારો અભિનેતા હોવા ઉપરાંત એક સારો પતિ પણ છે. પડદા પર આટલી બધી અભિનેત્રી સાથે રોમાન્સ કર્યા બાદ પણ શાહરુખ  ખાન નું નામ કોઈ અભિનેત્રી સાથે જોડાયું નથી. હા ફક્ત એક વખત શાહરુખ ખાન નું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા એ ડોન 2 માં સાથે કામ કર્યું હતું આ દરમિયાન બંને એકબીજા ની નજીક આવ્યા હતા. ત્યારથી શાહરુખ અને પ્રિયંકા ના અફેર ના સમાચારે જોર પકડ્યું હતું. હવે આ સમાચાર પર શાહરુખ ખાન ના નજીક ના મિત્ર વિવેક એ હકીકત જણાવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગના ઉદ્ઘાટનમાં જામશે બોલિવૂડ ના સ્ટાર્સ નો મેળાવડો,કાર્તિક આર્યન બાદ હવે આ સુપરસ્ટાર નું નામ આવ્યું સામે

શાહરુખ ખાન ના મિત્ર એ જણાવી હકીકત 

વિવેક વાસવાની શાહરૂખનો ખાસ મિત્ર છે. વિવેકે  શાહરૂખ ખાનને રાજુ બન ગયા જેન્ટલમેનમાં લોન્ચ કર્યો હતો. શાહરુખ અને વિવેકે બોલિવૂડમાં સાથે ઘણો સમય વિતાવ્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન વિવેકે શાહરુખ ખાન ના પ્રિયંકા ચોપરા સાથે ના અફેર વિશે વાત કરી હતી. વિવેકે કહ્યું હતું કે, ‘જો શાહરૂખ ખાને કોઈને પ્રેમ કર્યો હોય તો તે ગૌરી ખાન છે. ગૌરી સિવાય તેના જીવનમાં અન્ય કોઈ સ્ત્રી માટે કોઈ સ્થાન નથી. તે સંપૂર્ણપણે ગૌરીને સમર્પિત છે. મેં શાહરૂખ સાથે ઘણો સમય વિતાવ્યો છે. શરૂઆતના દિવસોમાં હું અને શાહરૂખ સાથે રહેતા હતા. હું જાણું છું કે શાહરૂખ ક્યારેય બીજી કોઈ સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકે નહીં. તે ગૌરીને તેના સ્કૂલના દિવસોથી જ પ્રેમ કરે છે. કોઈપણ અફવાથી બંનેને કોઈ ફરક પડતો નથી. જુઓ, જ્યારે પણ શાહરૂખનું નામ કોઈની સાથે જોડવામાં આવ્યું હતું, તે માત્ર એક અફવા હતી. ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા લોકો છે જે તેની સફળતાથી ઈર્ષ્યા કરે છે. તેઓ જ શાહરૂખને બદનામ કરવા માટે ક્યારેક કોઈ અભિનેત્રી સાથે તો ક્યારેક કોઈ ડિરેક્ટર સાથે શાહરૂખનું નામ જોડે છે.’

 

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version