Site icon

Dunki: શું ખરેખર શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની રિલીઝ ડેટ થઇ પોસ્ટપોન? સામે આવ્યું ફિલ્મની રિલીઝ ડેટ અને ટીઝર નું અપડેટ

Dunki: હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની રિલીઝ ડેટ આગળ ધપાવવામાં આવી છે. હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ ને લઇ ને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

shahrukh khan film dunki not postponed it will release on christmas

shahrukh khan film dunki not postponed it will release on christmas

News Continuous Bureau | Mumbai

Dunki: અગાઉ શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ને લઇ ને એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવે છે. હવે આને લઇ ને એક અપડેટ સામે આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન ની ફિલ્મ ની તારીખ પોસ્ટપોન નથી થઇ. આ ચિલમ સમયસર એટલે કે ડિસેમ્બર માં ક્રિસમસ ના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ‘ડંકી’ના મેકર્સ હાલમાં ફિલ્મની રિલીઝ ડેટ પર નહીં પરંતુ ફિલ્મના ટીઝર પર કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાન તેમની ફિલ્મનું પ્રમોશન ખૂબ જ જલ્દી શરૂ કરશે.

Join Our WhatsApp Community

 

ડંકી નું ટીઝર 

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ‘ડંકી’ અને ‘સાલાર’ વચ્ચે કોઈ ટક્કર નહીં થાય કારણ કે શાહરૂખ ખાને ફિલ્મની રિલીઝ મોકૂફ રાખી છે. આવી સ્થિતિમાં, ફિલ્મ સમીક્ષકે  એક પોસ્ટ જારી કરીને દાવો કર્યો છે કે ‘ડંકી’ને મુલતવી રાખવામાં આવી નથી. આટલું જ નહીં, તેણે ટીઝરને લગતું અપડેટ પણ આપ્યું. ફિલ્મ સમીક્ષકે લખ્યું કે, ‘શાહરુખ ખાનની ‘ડંકી’ મોકૂફ રાખવામાં આવી નથી. હા, ‘ડંકી’ ક્રિસમસના અવસર પર જ સિનેમાઘરોમાં આવશે. ‘ડંકી નું ટીઝર બહુ જલ્દી રિલીઝ થવાનું છે.


આ અગાઉ શાહરુખ ખાને પહેલેથી જ કહ્યું હતું કે તે પ્રજાસત્તાક દિવસ ‘પઠાણ’ સાથે, જન્માષ્ટમી પર ‘જવાન’ અને હવે ક્રિસમસ પર ‘ડંકી’ સાથે તેની ફિલ્મ લાવશે. ફિલ્મ ડંકી’ થી શાહરુખ ખાન અને રાજકુમાર હીરાની પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ પણ શાહરૂખ ખાન સાથે પહેલીવાર કામ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Salman khan tiger 3: ભારત-પાકિસ્તાન મેચ લાઈવ જોવા આવી રહ્યો છે ‘ટાઈગર’, સલમાન ખાને ચાહકોને આપ્યો ખાસ સંદેશ

120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Exit mobile version