Site icon

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ના મેકર્સ રિલીઝ પહેલા જ થઈ ગયા માલામાલ- ફિલ્મ ના OTT રાઈટ્સ આટલા કરોડમાં વેચાયા-જાણો કયું છે તે પ્લેટફોર્મ

 News Continuous Bureau | Mumbai 

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન' (Jawan)રિલીઝ પહેલા જ માલામાલ બની ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું ટ્રેલર બહાર આવે તે પહેલા જ તેના સ્ટ્રીમિંગ રાઇટ્સ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને(Netflix) વેચી દેવામાં આવ્યા છે અને તેના માટે મેકર્સને 120 કરોડ રૂપિયા મળ્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ કહેવાય છે. જો કે, હજુ સુધી શાહરૂખ અથવા ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

Join Our WhatsApp Community

અગાઉ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો 'પઠાણ', 'ડંકી' અને 'જવાન'ના સ્ટ્રીમિંગ અધિકારોને લઈને OTT માલિકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે થિયેટર પછી આ ફિલ્મો તેમના પ્લેટફોર્મ દ્વારા ઘરે બેઠા દર્શકો સુધી પહોંચે. મેકર્સે 'પઠાણ' માટે એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon prime video)સાથે કરાર કર્યો છે, જેના માટે તેમને 150 કરોડ રૂપિયા મળ્યા છે. 'ડંકી'ના રાઇટ્સ(Dunky rights) હજુ સુધી વેચાયા નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે નેટફ્લિક્સ આ માટે નિર્માતાઓને 150 કરોડ રૂપિયા સુધી ચૂકવવા માટે તૈયાર છે.વિજય અને નયનતારા સાથે સુપરહિટ તમિલ ફિલ્મ 'બિગિલ' બનાવનાર એટલી સાથે શાહરૂખ ખાન પહેલીવાર કામ કરી રહ્યો છે. દક્ષિણ ભારતીય(south actress) અભિનેત્રી નયનતારા પણ પોતાની ફિલ્મ 'જવાન'થી બોલિવૂડમાં ડેબ્યુ (bollywood debut)કરી રહી છે. વિદ્યા બાલનની પિતરાઈ બહેન પ્રિયામણિ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવે તેવી અફવા છે. ફિલ્મનું ટ્રેલર કે તેની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આ સમાચાર પણ વાંચો : પત્ની કિંજલના બેબી શાવર સેરેમનીમાં તોશુ મચાવશે ધૂમ-અનુપમા એ ભાભી બરખા સાથે કર્યો જોરદાર ડાન્સ-જુઓ વાયરલ તસવીરો અને વિડિયો

શાહરૂખ ખાનની અન્ય બે ફિલ્મો વિશે વાત કરીએ તો, તે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી 'પઠાણ' (Pathan)સાથે લગભગ પાંચ વર્ષ પછી અભિનેતા તરીકે મોટા પડદા પર પાછા ફરશે, જેમાં જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ પણ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં(theater release) રિલીઝ થશે. 'ડંકી'માં તે પહેલીવાર 'મુન્નાભાઈ MBBS' જેવી ફિલ્મના ડિરેક્ટર રાજકુમાર હિરાની(Rajkumar Hirani) સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી.

 

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version