Site icon

શાહરુખ ખાન નો ક્રેઝ બરકરાર: 2400 રૂપિયામાં વેચાઈ ફિલ્મ ‘પઠાણ’ ની ટિકિટ,બધા શો થયા હાઉસફૂલ

બોલિવૂડના કિંગ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નો રિલીઝ પહેલા જ ચાહકોમાં તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.શાહરૂખને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ચાહકો પણ આતુર છે.શાહરૂખના ચાહકો આ ફિલ્મની ટિકિટ ખરીદવા માટે પાણીની જેમ પૈસા ખર્ચવા તૈયાર છે.

pathan advance booking ticket rate high

શાહરુખ ખાન નો ક્રેઝ બરકરાર: 2400 રૂપિયામાં વેચાઈ ફિલ્મ ‘પઠાણ’ ની ટિકિટ,બધા શો થયા હાઉસફૂલ

News Continuous Bureau | Mumbai

કિંગ ખાન ના ચાહકો ઘણીવાર તેના માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે, ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘પઠાણ’ જોવા માટે, કિંગ ખાનના ફેન્સ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ની ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 20 જાન્યુઆરી થી જ શરૂ થઈ ગયું હતું, ત્યારથી આ ફિલ્મની ટિકિટ ના ભાવ આસમાને છે. આટલું બધું હોવા છતાં ચાહકો ટિકિટ ખરીદવા થી પાછળ નથી રહ્યા.

Join Our WhatsApp Community

ફિલ્મ ‘પઠાણ’ ની ટિકિટ આટલા રૂપિયામાં વેચાઈ રહી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુડગાંવના એમ્બિયન્સ મોલમાં ‘પઠાણ’ ની ટિકિટ 2400, 2200 અને 2000 રૂપિયામાં વેચાઈ રહી છે. નવાઈની વાત એ છે કે ટિકિટ ના આટલા ઊંચા ભાવ હોવા છતાં તમામ શો હાઉસફુલ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીના કેટલાક મલ્ટિપ્લેક્સમાં ‘પઠાણ’ ની ટિકિટ 2,100 રૂપિયા સુધી વેચાઈ રહી છે. આ સિવાય કેટલાક થિયેટરોમાં સવારના શોની ટિકિટ 1000 રૂપિયા સુધી વેચાઈ રહી છે, પરંતુ આટલી મોંઘી ટિકિટ હોવા છતાં શાહરૂખ ની ‘પઠાણ’ ની એડવાન્સ બુકિંગ તમામ રેકોર્ડ તોડી રહી છે. ‘પઠાણ’ ના હિન્દી અને તેલુગુ વર્ઝન ની સૌથી વધુ ટિકિટો વેચાઈ રહી છે. રિલીઝ પહેલા જ શાહરૂખ નું સ્ટારડમ એ વાતની સાક્ષી આપી રહ્યું છે કે તેની ફિલ્મ પઠાણ સુપરહિટ થવાની છે. ‘પઠાણ’ ને લઈને ચાલી રહેલા વિવાદ ની પણ ચાહકો પર કોઈ અસર થઈ નથી.

ફિલ્મ પઠાણ માં જોવા મળશે શાહરુખ ખાન નો અલગ અવતાર 

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ચાહકોને શાહરૂખનો અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર જોવા મળશે. શાહરૂખે ‘પઠાણ’ માટે પોતાના શરીર પર ઘણી મહેનત કરી છે, જે ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ દેખાય છે. શાહરૂખ ‘પઠાણ’ માં દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે.

Amitabh Bachchan: ઐશ્વર્યા રાયનું સાહસ,દીકરી આરાધ્યાના જન્મ સમયે પેઇનકિલર ન લેવાનો નિર્ણય, અમિતાભ બચ્ચને ગણાવી ‘હિંમતવાન માતા’.
Madhuri Dixit: ઉદયપુરની ગ્રાન્ડ વેડિંગમાં છવાઈ માધુરી દીક્ષિત, કર્યો ‘ડોલા રે ડોલા’ અને ‘ચોલી કે પીછે’ પર ડાન્સ, વિડીયો થયો વાયરલ
Shahrukh khan: શાહરુખ ખાને વૈશ્વિક મંચ પર ૨૬/૧૧ અને પહલગામના વીરોને યાદ કર્યા, દર્શકો થયા પ્રભાવિત
Mahavatar Narsimha: ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ,’મહાવતાર નરસિમ્હા’ ઓસ્કર ૨૦૨૬ની રેસમાં સામેલ, આટલી ફિલ્મો સાથે થશે ટક્કર!
Exit mobile version