Site icon

આ દિવસે OTT પર આવશે શાહરૂખ ખાનની પઠાણ, રિલીઝના 2 કલાક બાદ લીક થઈ હતી ફિલ્મ

ફિલ્મ પઠાણ હિન્દી બેલ્ટમાં લગભગ 4500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે, જ્યારે તે તમિલ અને તેલુગુ સ્ક્રીન સહિત લગભગ 5000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

shahrukh khan film pathan release on ott

આ દિવસે OTT પર આવશે શાહરૂખ ખાનની પઠાણ, રિલીઝના 2 કલાક બાદ લીક થઈ હતી ફિલ્મ

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કિંગ ખાન લગભગ 4 વર્ષ પછી મોટા પડદા પર આવ્યો છે અને ચાહકો તેને જોવા માટે ઉત્સાહિત છે. પહેલા જ દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર 54 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી લીધી છે. ‘પઠાણ’ હિન્દી બેલ્ટમાં લગભગ 4500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે, જ્યારે તે તમિલ અને તેલુગુ સ્ક્રીન સહિત લગભગ 5000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. હવે ચાહકો પઠાણની OTT રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

 

આ દિવસે થશે OTT  પર રિલીઝ 

શાહરૂખ ખાનની ‘પઠાણ’ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 25 એપ્રિલે રિલીઝ થઈ શકે છે. જોકે, શાહરૂખની આ ફિલ્મ રિલીઝ થયાના 2 કલાક પછી જ ઓનલાઈન લીક થઈ ગઈ હતી. ફિલ્મની સુરક્ષાને લઈને સારું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં ‘પઠાણ’ લીક થઈ હોવાના સમાચાર છે.શાહરૂખ ખાનની પઠાણ 25 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અને આવતાની સાથે જ પઠાણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે.. લોકોમાં ફિલ્મ જોવાનો ક્રેઝ એવો છે કે દરેક જગ્યાએ માત્ર પઠાણના પોસ્ટર, બેનરો જ જોવા મળે છે. ફિલ્મનું બજેટ 250 કરોડની આસપાસ છે. ફિલ્મના મીડિયા રાઇટ્સ લગભગ 100 કરોડમાં વેચાયા છે. 

 

 શું છે ફિલ્મ ની વાર્તા 

‘પઠાણ’ માં શાહરૂખ ખાન ભારતીય ગુપ્તચર એજન્ટની ભૂમિકામાં છે, જેનો કોડનેમ ‘પઠાણ’ છે. દીપિકા પાદુકોણ પણ ડિટેક્ટીવ બની છે. જોન અબ્રાહમ ખતરનાક આતંકવાદી ના રોલમાં છે. જ્હોન ભારત પર હુમલો કરવાનો છે, પઠાણ જ્હોનના મિશનને ખતમ કરવા માટે સક્રિય છે. પઠાણ પોતાના દેશને કેવી રીતે બચાવશે તે ફિલ્મની વાર્તા છે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version