Site icon News Continuous Bureau | Mumbai

Gayatri joshi car accident: શાહરુખ ખાન ની ફિલ્મ થી ડેબ્યુ કરનાર આ અભિનેત્રી નો થયો કાર અકસ્માત, લાઈવ વિડીયો થયો વાયરલ

Gayatri joshi car accident: શાહરૂખ ખાન સાથે ફિલ્મ સ્વદેશથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોય નો કાર અકસ્માત થયો છે. જેમાં એક દંપતીનું મોત થયું હતું.આ અકસ્માત નો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.

shahrukh khan film swadesh actress gayatri joshi car accident live video goes viral

shahrukh khan film swadesh actress gayatri joshi car accident live video goes viral

News Continuous Bureau | Mumbai

Gayatri joshi car accident: આશુતોષ ગોવારીકર ની ફિલ્મ સ્વદેશ માં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે અભિનેત્રી ગાયત્રી જોશી એ બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. જો કે ત્યારબાદ અભિનેત્રીએ બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ પોતાની એક અલગ છાપ છોડી હતી  હાલમાં જ એક્ટ્રેસ સાથે જોડાયેલો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અભિનેત્રીની કારનો અકસ્માત થયો હતો, જેમાં અભિનેત્રી અને તેના પતિનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઈટાલીમાં થયેલા આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

 ગાયત્રી જોશી નો થયો કાર અકસ્માત 

બોલિવૂડ અભિનેત્રી ગાયત્રી જોશી અને તેના પતિ વિકાસ ઓબેરોય ની લેમ્બોર્ગિની કાર એક ફેરારી સાથે અથડાઈ હતી, પરિણામે સ્વિસ દંપતીનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ઈટલીના સાર્ડિનિયાના એક વિસ્તારમાં થઈ હતી, ઘટના સમયે ગાયત્રી અને તેનો પતિ તેમની કાર લેમ્બોર્ગિનીમાં જઈ રહ્યા હતા. તેમની કાર ની આગળ  પાછળ બીજી ઘણી કાર પણ દોડતી હતી. એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે, તેમની કાર ફેરારી સાથે અથડાઈ, જે બદલામાં સાથે મુસાફરી કરી રહેલી મીની ટ્રક સાથે અથડાઈ. અથડામણ ને કારણે મિની ટ્રક પલટી ગઈ અને ફેરારી માં આગ લાગી ગઈ. અને ફેરારી કારમાં મુસાફરી કરી રહેલા એક સ્વિસ કપલ નું મોત થઇ ગયું .ગાયત્રી અને વિકાસને સામાન્ય ઈજા થઈ હતી, પરંતુ બંને સુરક્ષિત છે.


એક ન્યુઝ પોર્ટલે એવો પણ અહેવાલ આપ્યો છે કે જ્યારે ગાયત્રીના પતિની લેમ્બોર્ગિની અને સ્વિસ કપલની ફેરારી એ એક જ સમયે કેમ્પર વાન ને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આ અથડામણ થઈ હતી. જેના કારણે ફેરારી માં આગ લાગી અને વાન પલટી ગઈ. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયત્રી અને તેનો પતિ લક્ઝરી કારમાં રેસ કરી રહ્યા હતા.

આ  સમાચાર પણ વાંચો : Dunki story: શું ભારત-કેનેડા ના ઇમિગ્રેશન પર આધારિત છે શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી? જાણો શું છે ફિલ્મ ની અસલી વાર્તા

 

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version