Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan mannat controversy: શાહરુખ ખાન ના ઘર મન્નત ને લઈને વિવાદ થયો શરૂ, એક કાર્યકર્તા એ કિંગ ખાન ના બંગલા પર આરોપ લગાવતા NGT ને કરી હસ્તક્ષેપ કરવા વિનંતી

Shahrukh khan mannat controversy: શાહરુખ ખાન નું ઘર મન્નત એ ટુરીસ્ટ પોઇન્ટ બની ગયું છે. શાહરુખ ખાન તેના ઘર માં રિનોવેશન કરાવી રહ્યો છે.જેને લઈને એક કાર્યકર્તા એ વાંધો ઉઠાવ્યો છે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ને હસ્તક્ષેપ કરવા વિનંતી પણ કરી છે.

shahrukh khan home mannat controversy NGT seeks proof from activist

shahrukh khan home mannat controversy NGT seeks proof from activist

News Continuous Bureau | Mumbai

Shahrukh khan mannat controversy: શાહરુખ ખાન નું ઘર મન્નત એ ટુરીસ્ટ પોઇન્ટ બની ગયું છે. શાહરુખ ખાન ના ઘર મન્નત ને લઈને વિવાદ શરૂ થઇ ગયો છે. શાહરુખ ખાન તેના ઘર માં રિનોવેશન કરાવી રહ્યો છે. હવે આ મામલે એક કાર્યકર્તા એ વાંધો ઉઠાવ્યો છે. રિપોર્ટ મુજબ મન્નતમાં વધુ બે માળ બનાવવામાં આવશે. આ માટે ગૌરી ખાને મહારાષ્ટ્ર કોસ્ટલ મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી પરવાનગી લીધી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મન્નતનો રિનોવેશન ની યોજના યોગ્ય નથી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: IIFA 2025: આઈફા એવોર્ડ માં લાપતા લેડીઝ એ મારી બાજી, જાણો બીજા કોણ કોણ થયા આ પુરસ્કાર થી સન્માનિત

શાહરુખ ખાન ના ઘર મન્નત પર થયો વિવાદ 

બાર એન્ડ બેન્ચે અહેવાલ આપ્યો હતો કે સામાજિક કાર્યકર્તા એ શાહરૂખ ખાન અને મહારાષ્ટ્ર કોસ્ટલ મેનેજમેન્ટ ઓથોરિટી પર મન્નતના નવીનીકરણ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની મંજૂરી ન લેવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે મન્નત ગ્રેડ III હેરિટેજ સ્ટ્રક્ચર છે, તેથી કોઈપણ પ્રકારના નવીનીકરણ માટે પરવાનગી જરૂરી છે, જે શાહરૂખે લીધી નથી.


શાહરૂખ ખાન પર આ કાર્યકર્તા એ લોકો માટે બનાવેલા 12 એક BHK ફ્લેટને એક ઘરમાં રૂપાંતરિત કરવાનો પણ આરોપ લગાવ્યો છે.આવી સ્થિતિમાં, NGT એ તે કાર્યકર્તા પાસેથી પુરાવા માંગ્યા છે. NGT એ કહ્યું, “ચાર અઠવાડિયાની અંદર પુરાવા સબમિટ કરો. જો તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો અમારી પાસે આ અપીલને ફગાવી દેવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.” NGT આ કેસની આગામી સુનાવણી 23 એપ્રિલે કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna| ‘મેસા’ માટે રશ્મિકા મંદાના બની ‘ફાઈટર’! કેરળના ઘનઘોર જંગલોમાં જોખમી સ્ટંટ કરતી જોવા મળશે નેશનલ ક્રશ
Kabhi Alvida Naa Kehna| ‘કભી અલવિદા ના કહેના’ હવે OTT પર! ૨૦ વર્ષ જૂની હિટ ફિલ્મને નવા અવતારમાં લાવશે કરણ જોહર, ફેન્સ થયા એક્સાઇટેડ
Rihanna| રિહાનાનો દેશી અંદાજ! અંબાણી પરિવારની મહેફિલમાં આરતી અને ફૂલોની હોળી રમીને ગ્લોબલ સ્ટારે બનાવ્યા સૌને દીવાના
Yeh Rishta Kya Kehlata Hai| ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ને ઋષભ જાયસ્વાલે કહ્યું અલવિદા હવે ‘કૃષ બંસલ’ તરીકે કોણ મચાવશે ધૂમ?
Exit mobile version