News Continuous Bureau | Mumbai
Shahrukh khan:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 2 નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવવા માટે તૈયાર છે. આ વર્ષ કિંગ ખાન માટે લકી સાબિત થયું છે. તેની બન્ને ફિલ્મો પઠાણ અને જવાન સુપરહિટ સાબિત થઇ છે. હવે ચાહકો તેની આગામી ફિલ્મ ડંકી ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે શાહરુખ ખાન તેની ફિલ્મ ની સફળતા ને સેલિબ્રેટ કરવા પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે.
શાહરુખ ખાન ના જન્મદિવસ ની પાર્ટી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ ખાન તેના આ ખાસ દિવસ ને ધામધૂમથી ઉજવશે.રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે શાહરૂખની ફિલ્મ ડંકીનું ટીઝર તેના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવશે. અહેવાલો સૂચવે છે કે આ કાર્યક્રમ આખા વર્ષ દરમિયાન શાહરૂખની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે છે અને તેમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, કાજોલ, દીપિકા પાદુકોણ, રાજકુમાર હિરાણી, એટલી, સિદ્ધાર્થ આનંદ જેવી સેલેબ્રીટી હાજર રહેશે. આ પાર્ટીમાં શાહરૂખ ખાન નો પરિવાર પણ સામેલ હશે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાન ના જન્મદિવસ પર ચાહકો ને મળશે મોટું સરપ્રાઈઝ, ડંકી સાથે છે ખાસ કનેક્શન
શાહરુખ ખાન ના જન્મદિવસ પર થશે ડંકી નું ટીઝર રિલીઝ
રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખના જન્મદિવસ પર તેની ફિલ્મ ડંકી નું ટીઝર રિલીઝ થશે.ત્યારબાદ શાહરુખ ખાન ના ચાહકો માટે ખાસ ઇવેન્ટ થશે. અને બાદ માં શાહરુખ ખાન દર વખત ની જેમ તેના જન્મદિવસ પર તેના ઘર મન્નત ની બહાર ચાહકો ને મળશે
