Site icon

શાહરૂખ ખાને તેના બંગલા ‘મન્નત’ ની નવી નેમ પ્લેટ પાછળ અધધ આટલા લાખ રૂપિયા! કિંમત સાંભળીને ચોંકી જશો તમે

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) ફરી એકવાર પોતાના આલીશાન ઘર મન્નતને (Mannat)કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેના ઘરની નેઈમ પ્લેટ (name plate) બદલાઈ ગયેલી જોવા મળી હતી. ત્યારથી, કિંગ ખાનના ચાહકો સોશિયલ મીડિયા (social media) દ્વારા તેના ઘર વિશે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન હવે એવા સમાચાર છે કે મન્નતની નેમ પ્લેટ કોની સલાહ પર બદલવામાં આવી અને તેની કિંમત કેટલી છે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ  વેબસાઈટ ના સમાચાર અનુસાર, શાહરૂખ ખાનની (Sharukh Khan) પત્ની ગૌરી ખાનની (Gauri Khan)સલાહ પર મન્નતની  (Mannat) નેમ પ્લેટ (Name plate) બદલવામાં આવી છે. સુપરસ્ટારની નજીકના સૂત્રોએ વેબસાઇટને જણાવ્યું કે શાહરૂખ ખાનની (Shahrukh Khan)નવી મન્નત નેમ પ્લેટ તેની સુપર ટેલેન્ટેડ ઇન્ટિરિયર ડિઝાઇનર (interior designer) પત્ની ગૌરી ખાનની (Gauri Khan) દેખરેખ હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે. તેમણે જ નામની પ્લેટ બદલવાનું સૂચન કર્યું હતું અને તેનો નિર્ણય ઘણા સમય પહેલા લેવામાં આવ્યો હતો.જોકે શાહરૂખ ખાન અને ગૌરી ખાને આ અંગે ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી. સૂત્રોનું માનીએ તો આ નેમ પ્લેટની કિંમત 20-25 લાખ રૂપિયાની (20-20 lakhs) આસપાસ છે. સુપરસ્ટાર (superstar)અને તેના પરિવાર તરફથી પણ આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

આ સમાચાર પણ વાંચો: શું સારા તેંડુલકર કરશે બોલિવૂડમાં ડેબ્યૂ? પિતા સચિન તેંડુલકર પાસેથી મળી ગઈ પરવાનગી!

શાહરૂખ ખાનના (Sharukh Khan) વર્કફ્રંટની વાત કરીએ તો, અભિનેતા આ દિવસોમાં તે તેની ફિલ્મ પઠાણ (Pathan) માટે હેડલાઇન્સમાં છે. શાહરૂખની પઠાણ 2023ની શરૂઆતમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ  (Deepika Padukone) અને જોન અબ્રાહમ (John Abrahim) પણ છે.આ સિવાય શાહરૂખ ખાન ફિલ્મ ડંકી (Dunki) માં પણ જોવા મળશે. તાજેતરમાં, અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ શેર કરીને નિર્દેશક રાજકુમાર હિરાની (Rajkumar Hirani) સાથે તેની નવી ફિલ્મ ડંકીની જાહેરાત કરી હતી. આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થશે. જો કે તેણે ફિલ્મ વિશે વધુ માહિતી આપી નથી, પરંતુ શાહરૂખ ખાનના ફેન્સને તેનો વીડિયો ઘણો પસંદ આવ્યો છે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version