Shahrukh khan King: શાહરૂખ ખાનની ‘કિંગ’માં હશે 15 દિગ્ગજ અભિનેતાઓ! જાણો કોણ કોણ જોડાશે?

Shahrukh khan King: કિંગ’ ફિલ્મમાં શાહરુખ સાથે દીપિકા, અભિષેક, સુહાના સહિત 15 સ્ટાર્સ, બે ટાઈમલાઇન પર આધારિત છે કહાની

by Zalak Parikh
shahrukh khan King’ to Feature 15 Actors in a Multi-Star Cast Action Drama

News Continuous Bureau | Mumbai

Shahrukh khan King: શાહરુખ ખાન ની અપકમિંગ એક્શન-ડ્રામા ફિલ્મ ‘કિંગ’ હાલમાં ચર્ચામાં છે. શાહરુખ ના  60મા જન્મદિવસે ફિલ્મનું ટાઈટલ અને ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું હતું. શાહરુખના નવા “સોલ્ટ-એન્ડ-પેપર” લુક અને મસ્ક્યુલર બોડી સાથેનો પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.હવે આ ફિલ્મ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ફિલ્મ માં 15 દિગ્ગ્જ કલાકારો હશે. 

આ સમાચાર પણ વાંચો : Mahhi Vij Hospitalised: છૂટાછેડા ના સમાચાર વચ્ચે આ બીમારી ના કારણે હોસ્પિટલ માં દાખલ થઇ માહી વિજ

ફિલ્મમાં કોણ-કોણ હશે?

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં કુલ ૧૫ કલાકારો જોવા મળશે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અને રાની મુખર્જી જેવી જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે. તેમની સાથે જ ફિલ્મમાં રાઘવ જુયાલ, અનિલ કપૂર, અરશદ વારસી, અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકાઓ ભજવશે. આ ઉપરાંત, શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ આ ફિલ્મમાં જોવા મળશે. કાસ્ટમાં સૌરભ શુક્લા, જયદીપ અહલાવત, અભય વર્મા, અર્જુન દાસ, એસ.જે. સુર્યા અને જીશુ સેનગુપ્તા જેવા પ્રતિભાશાળી કલાકારો પણ શામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)


‘કિંગ’ની કહાની બે અલગ-અલગ ટાઈમલાઇન પર આધારિત છે. યુવા અવસ્થામાં શાહરુખ નું પાત્ર રાઘવ જુયાલ સાથે ટકરાશે, જ્યારે વૃદ્ધ અવસ્થામાં અભિષેક બચ્ચન સાથે સામનો થશે. ફિલ્મમાં એક્શન, ઇમોશન અને પાવરફુલ પર્ફોર્મન્સનો મિશ્રણ જોવા મળશે.ફિલ્મ ‘કિંગ’ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બની રહી છે અને તેને સિદ્ધાર્થ આનંદ સાથે મળીને ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને બોલીવૂડની સૌથી ગ્રાન્ડ અને મલ્ટી-સ્ટાર ફિલ્મ માનવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More