Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan manager: શાહરુખ ખાનની મેનજર પૂજા દડલાની કરે છે વર્ષે અધધ આટલી કમાણી, તેની વાર્ષિક ઈન્કમ આગળ IAS પણ રહી જાય પાછળ!

Shahrukh khan manager: 12 વર્ષથી શાહરુખ સાથે કામ કરતી પૂજા દડલાની માત્ર મેનેજર નહીં, પણ તેમના કારકિર્દી અને બ્રાન્ડ્સ પાછળની સ્ટ્રેટેજિસ્ટ છે

shahrukh khan manager pooja dadlani yearly salary

shahrukh khan manager pooja dadlani yearly salary shahrukh khan manager pooja dadlani yearly salary

News Continuous Bureau | Mumbai

Shahrukh khan manager: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાન માત્ર એક સુપરસ્ટાર નહીં, પણ એક બ્રાન્ડ છે. તેની સફળતા પાછળ એક મહત્વપૂર્ણ નામ છે – પૂજા દડલાની, જે છેલ્લા 12 વર્ષથી તેની મેનેજર તરીકે કામ કરી રહી છે. પૂજા માત્ર શાહરુખના શેડ્યૂલ્સ નહીં, પણ તેની ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને IPL ટીમ KKR સુધીની તમામ વ્યવસ્થાઓ સંભાળે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Keir Starmer India Visit: યશરાજ ફિલ્મ્સ ની બલ્લે બલ્લે, બ્રિટિશ PM કીર સ્ટાર્મરે સ્ટુડિયો ને લઈને મુંબઈમાં કરી મોટી જાહેરાત

પૂજાની વાર્ષિક કમાણી IASથી પણ વધુ

રિપોર્ટ્સ અનુસાર, પૂજા દડલાની ની વાર્ષિક કમાણી 7 થી 9 કરોડ વચ્ચે છે. 2025માં આ રકમ 9 કરોડથી વધુ હોવાની શક્યતા છે. આ કમાણી ઘણી સરકારી ઉચ્ચ પદવીઓથી પણ વધુ છે. રિપોર્ટ મુજબ શાહરુખ ખાન પૂજા ને દર મહિને લગભગ 70 લાખ ની સેલેરી આપે છે. રિપોર્ટ મુજબ પૂજા ની નેટવર્થ 40 થી 50 કરોડ ની આસપાસ હોવાનું કહેવાય છે.પૂજાની આ સફળતા તેની મહેનત અને વફાદારી નું પરિણામ છે.પૂજા માત્ર મેનેજર નહીં, પણ શાહરુખના પરિવારનો પણ ભાગ છે. તે SRKના તમામ મહત્વના નિર્ણયો અને કાનૂની બાબતોમાં પણ સામેલ રહે છે. રિપોર્ટ્સ અનુસાર, પૂજાની પુત્રી રેયના  પણ ઘણીવાર શાહરુખના પ્રવાસો પર જાય છે અને અબ્રામ સાથે પણ સારી મિત્રતા ધરાવે છે.


મુંબઈની વતની, પૂજા માસ કોમ્યુનિકેશનમાં સ્નાતક થઇ છે અને નાનપણથી જ બોલીવુડમાં કામ કરી રહી છે. તે શાહરૂખના વ્યાવસાયિક જીવનની દ્વારપાલ છે.તેની સખત મહેનત અને સમર્પણને કારણે તેણીને દેશના સૌથી વધુ પગાર મેળવતા સેલિબ્રિટી મેનેજરોમાં સ્થાન મળ્યું છે.પૂજાએ 2008માં હિતેશ ગુરનાની સાથે લગ્ન કર્યા હતા અને 2016માં પુત્રી રેયનાનો જન્મ થયો. તેઓ મુંબઈમાં રહે છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરીને જીવતી એક સફળ મહિલા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Prabhas Fauzi Movie પોસ્ટપોન નથી થઈ પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’, અજય દેવગણ અને અક્ષય કુમારની ફિલ્મો સાથે થશે ટક્કર; ટીઝર પર પણ મોટું અપડેટ
Gandhari Trailer Out અંધ માતાના રોલ ધૂમ મચાવવા તૈયાર તાપસી પન્નુ પુત્રીને બચાવવા માટે લડશે જંગ, જાણો ક્યારે રિલીઝ થશે ‘ગાંધારી’?
Samay Raina And Devendra Fadnavis Video જ્યારે સમય રૈનાએ દેવેન્દ્ર ફડણવીસને પૂછ્યું ‘સર, બિસ્કિટ લઈ શકું?’, વાયરલ વીડિયો પર લોકો થયા ફિદા!
Asha Bhosle Last Song દિગ્ગજ સિંગર આશા ભોસલેનું છેલ્લું ગીત તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ, અવાજ આજે પણ અમર
Exit mobile version