Site icon

shahrukh khan: શાહરુખ ખાન નો જીવ જોખમ માં! ધમકી મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે કિંગ ખાન ને પુરી પાડી આ કેટેગરીની સુરક્ષા,જાણો સમગ્ર મામલો

shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે સફળ રહ્યું છે. આ વર્ષે શાહરુખ ખાન ની રિલીઝ થયેલી બંને ફિલ્મો પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. હવે શાહરૂખ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરુખ ખાન ને 'પઠાણ' દરમિયાન મળેલી ધમકી બાદ મહારાષ્ટ્ર સરકારે કિંગ ખાનની સુરક્ષા વધારી દીધી છે.

shahrukh khan received threat during pathaan maharashtra govt took Y plus security to king khan

shahrukh khan received threat during pathaan maharashtra govt took Y plus security to king khan

News Continuous Bureau | Mumbai

shahrukh khan: વર્ષ 2023 શાહરુખ ખાન માટે સફળ રહ્યું છે. આ વર્ષે શાહરુખ ખાન ની રિલીઝ થયેલી બંને ફિલ્મો પઠાણ અને જવાન એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે. હવે ચાહકો તેની ફિલ્મ ડંકી ની રાહ જોઈ રહ્યા છે.  શાહરૂખ ખાનને ફિલ્મ ‘પઠાણ’ દરમિયાન ધમકીઓ મળી હતી, જે બાદ હવે મહારાષ્ટ્ર સરકારે બોલિવૂડના કિંગ ખાનની સુરક્ષા માટે કડક પગલાં લીધા છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાન ની મળી Y+ સુરક્ષા 

ફિલ્મ ‘પઠાણ’ દરમિયાન અભિનેતા શાહરૂખ ખાનને મળેલી ધમકીઓને જોતા મહારાષ્ટ્ર સરકારે કિંગ ખાનની સુરક્ષા વધારી દીધી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સરકારે શાહરૂખ ખાનને Y+ સુરક્ષા પૂરી પાડી છે. સૂત્રોએ જણાવ્યું કે હાઈ પાવર કમિટીની ભલામણ બાદ શાહરૂખ ખાનને Y+ સુરક્ષા આપવામાં આવી છે. શાહરૂખ ખાનની સાથે હવે રાજ્યના VIP સુરક્ષા એકમના 6 પ્રશિક્ષિત કમાન્ડોની ટીમ કિંગ ખાનની સુરક્ષામાં હંમેશા રહેશે, જેઓ MP-5 મશીનગન, AK-47 એસોલ્ટ રાઈફલ્સ અને ગ્લોક પિસ્તોલથી સજ્જ હશે. આ સાથે સૂત્રોએ એમ પણ જણાવ્યું કે શાહરૂખ ખાનની સુરક્ષા ઉપરાંત મુંબઈ પોલીસના 4 જવાન તેની સુરક્ષા માટે તેના ઘરની ચોવીસ કલાક ચોકી કરશે અને શાહરૂખ ખાનના ઘર મન્નતની આસપાસથી પસાર થતા લોકો પર નજર રાખશે.

આ સમાચાર પણ વાંચો:  Ram charan siddhivinayak temple: સાઉથ સુપરસ્ટાર રામ ચરણે લીધી સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત, શું ગણપતિ બાપ્પા ના આશીર્વાદ સાથે અભિનેતા એ પુરી કરી તેની અયપ્પા દીક્ષા?

શાહરુખ ખાન ને મળી હતી ધમકી 

મીડિયા માં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, શાહરૂખ ખાનને તાજેતરમાં કેટલીક ધમકીઓ મળી છે, જેની મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે પરંતુ તેના વિશે સત્તાવાર રીતે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્ર સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (SID) એ તમામ પોલીસ કમિશનરેટ, ડિસ્ટ્રિક્ટ પોલીસ અને સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ્સ (SPUs)ને 5 ઑક્ટોબરે આ વિશે જાણ કરી હતી અને શાહરુખને તાત્કાલિક Y Plus સુરક્ષા આપવા જણાવ્યું હતું. ઉચ્ચ સત્તા સમિતિ દ્વારા ધમકીની તપાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version