Site icon

Shahrukh khan dunki: શાહરુખ ખાને આપી તેના ચાહકો ને જન્મદિવસ ની ભેટ, રિલીઝ કર્યું ફિલ્મ ડંકી નું ધમાકેદાર ટીઝર, જુઓ ટીઝર

hahrukh khan dunki:શાહરૂખ ખાને તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ 'ડંકી'નું ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મના ટીઝરમાં કિંગ ખાન નવા અવતારમાં જોવા મળી રહ્યો છે આ સાથે જ તાપસી પન્નુ પણ અલગ અવતારમાં જોવા મળી રહી છે. .

shahrukh khan release dunki teaser on his birthday

shahrukh khan release dunki teaser on his birthday

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan dunki:બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન આજે તેનો 58 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર શાહરુખ ખાને તેના ચાહકો ને એક ખાસ ભેટ આપી છે. શાહરુખ ખાને ફિલ્મ ડંકી નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર માં શાહરુખ ખાન અને તાપસી પન્નુ અલગ જ અવતારમાં જોવા મળી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને શેર કર્યું ડંકી નું રિલીઝ 

શાહરુખ ખાને તેના જન્મદિવસ પર ચાહકો ને ડંકી નું ટીઝર રિલીઝ કરી ને ખાસ ભેટ આપી છે. આ ટીઝર માં શાહરૂખ ખાન, વિકી કૌશલ અને તાપસી પન્નુ એક અલગજ અવતાર માં જોવા મળી રહ્યં છે. આ ટીઝર રિલીઝ થતા ની સાથે જ ની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ફિલ્મના ટીઝરની શરૂઆતમાં શાહરૂખ ખાન કેટલાક લોકો સાથે ટ્રાવેલ કરતો જોવા મળે છે. આ પછી એક વ્યક્તિ લોકો પર ગોળીબાર કરે છે. પરંતુ ટીઝરમાં આ પછી બધું બદલાઈ જાય છે. ટીઝર રીલિઝ કરતા શાહરૂખ ખાને લખ્યું કે, ‘સાદા અને વાસ્તવિક લોકોની વાર્તા જે તેમના સપનાને પૂરા કરવાનો પ્રયાસ કરે છે. મિત્રતા, પ્રેમ અને સાથે રહેવાની કહાની… એક એવા સંબંધમાં જીવવાની કહાની જેનું નામ ઘર છે! હૃદય સ્પર્શી વાર્તાકારની હૃદય સ્પર્શી વાર્તા. આ પ્રવાસનો ભાગ બનવું એ સન્માનની વાત છે અને હું આશા રાખું છું કે તમે બધા અમારી સાથે આ પ્રવાસનો ભાગ બનો.’

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની વાર્તા 

શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની વાર્તા ગેરકાયદેસર સ્થળાંતર ટેકનિક ‘ડંકી ફ્લાઇટ’ પર આધારિત છે. આ ફિલ્મમાં એવા સ્થળાંતર કરનારાઓની વાર્તા બતાવવામાં આવી છે કે જેઓ પોતાનો દેશ છોડીને વિદેશ જવા માટે મજબૂર થઈને પોતાનું જીવન સુધારે છે. આફિલ્મ માં શાહરુખ ખાન સિવાય તાપસી પન્નુ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. 

આ સમાચાર પણ વાંચો : Anil kapoor: બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે જોઈ વિક્રાંત મેસી ની ફિલ્મ 12વી ફેલ, પોસ્ટ શેર કરી લખી આવી નોંધ

Sherlyn Chopra: શર્લિન ચોપરાએ કરાવી બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમૂવલ સર્જરી, વિડીયો શેર કરી કહી આવી વાત
Bigg Boss 19: અભિષેક-આવેઝે ‘બિગ બોસ’ની ખોલી પોલ, મેકર્સ પર ગુસ્સો વ્યક્ત કરતા ઉઠાવ્યા આવા પ્રશ્નો
Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર
Rubina Dilaik-Abhinav Shukla: રૂબીના દિલૈક અને અભિનવ શુક્લાએ જીત્યો ‘પતિ પત્ની અને પંગા’નો ખિતાબ, આ કપલ ને પાછળ છોડી આગળ નીકળી જોડી
Exit mobile version