Site icon

રિલીઝ પહેલા જ શાહરૂખ ખાને ખોલી ફિલ્મ ‘ફાઈટર’ ની પોલ, હૃતિક રોશન નહીં આ છે ફિલ્મ નો અસલી ફાઈટર

‘પઠાણ’ની સફળતા બાદ ફિલ્મની ટીમે 30 જાન્યુઆરી એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં શાહરૂખ દીપિકા અને જ્હોનની સાથે ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ પણ પહોંચ્યા હતા.આ દરમિયાન શાહરુખ ખાને ફિલ્મ ફાઈટર ના અસલી હીરો વિશે વાત કરી હતી.

shahrukh khan revealed the secret of hrithik roshan film fighter before its release

રિલીઝ પહેલા જ શાહરૂખ ખાને ખોલી ફિલ્મ ‘ફાઈટર’ ની પોલ, હૃતિક રોશન નહીં આ છે ફિલ્મ નો અસલી ફાઈટર

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થતાની સાથે જ સફળતા નો આનંદ માણી રહી છે. પઠાણની સફળતા બાદ ફિલ્મની ટીમે સોમવારે એક કોન્ફરન્સ યોજી હતી. આ પહેલીવાર હતું જ્યારે પઠાણની ટીમ ફિલ્મને લઈને મીડિયા ને મળી હતી. અત્યાર સુધી ફિલ્મ સાથે જોડાયેલી તમામ ઘટનાઓ મેકર્સ સોશિયલ મીડિયા દ્વારા જ કરતા હતા. પઠાણનું ટ્રેલર લોન્ચ પણ યુટ્યુબ પર જ કરવામાં આવ્યું હતું.સુપરસ્ટાર શાહરૂખ ખાન સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને નિર્દેશક સિદ્ધાર્થ આનંદ પણ પઠાણની કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. કોન્ફરન્સ દરમિયાન, કલાકારો એ ચાહકોના ઘણા પ્રશ્નો ના જવાબો આપ્યા અને ફિલ્મ વિશેના તેમના અનુભવો શેર કર્યા. આ દરમિયાન શાહરૂખે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ‘ફાઈટર’ વિશે પણ વાત કરી હતી.

Join Our WhatsApp Community

 

શાહરૂખે જણાવી ફાઇટરની વાર્તા 

‘પઠાણ’ ની કોન્ફરન્સમાં શાહરૂખને દીપિકાના એક્શન સીન વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં શાહરૂખે કહ્યું કે તેણે ‘પઠાણ’ માં અદ્ભુત એક્શન સીન્સ કર્યા છે. ‘ફાઈટર’ વિશે વાત કરતા કિંગ ખાને કહ્યું કે ‘ફાઈટર’ માં અસલી એક્શન હીરો દીપિકા પાદુકોણ છે, જેમાં હૃતિક માત્ર રોમેન્ટિક લીડ પ્લે કરી રહ્યો છે.શાહરૂખ ખાને મજાકમાં કહ્યું, “હું સાચું કહું છું, તે ટ્રેલરમાં પણ છે. દીપિકા એક વ્યક્તિને ગળે લગાવી ને લાત મારી રહી છે, મને લાગે છે કે આ મેં જોયેલું સૌથી સેન્સ્યુસ ફાઈટ સીન છે. મેં ફાઈટરની સ્ટોરી સાંભળી છે. ” દીપિકા વાસ્તવિક ફાઇટર છે, હૃતિક રોમેન્ટિક લીડ છે.

 

સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે ફાઈટર નું નિર્દેશન 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું નિર્દેશન પણ ‘પઠાણ’ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફાઈટર માં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકા ભજવવાના છે. અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને અક્ષય ઓબેરોય પણ ભારતની પ્રથમ એરિયલ એક્શન ડ્રામા ફિલ્મ ફાઈટર માં જોવા મળવાના છે. ફાઈટર આવતા વર્ષે 25 જાન્યુઆરી એ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version