Site icon

Shahrukh khan: શાહરૂખ ખાને તેના ચાહકો ને અલગ અંદાજ માં પાઠવી દિવાળી ની શુભેચ્છા, શેર કરી ડંકી સાથે જોડાયેલી આ વસ્તુ

Shahrukh khan: દિવાળી પહેલા અભિનેતા શાહરૂખ ખાને તેના ચાહકોને મોટી ભેટ આપી છે. શાહરૂખ ખાનેતેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'ડંકી'ના બે નવા પોસ્ટર શેર કરીને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી છે.

shahrukh khan shares two new poster of dunki on diwali

shahrukh khan shares two new poster of dunki on diwali

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: પઠાણ અને જવાન બાદ હવે ચાહકો શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ડિસેમ્બર માં ક્રિસમસ ના અવસર પર રિલીઝ થશે. હવે શાહરુખ ખાને તેના ચાહકો ને અલગ અંદાજ માં દિવાળી ની શુભેચ્છા પાઠવી છે. શાહરુખ ખાને પોતાના સોશિયલ મીડિયા પર ડંકી ના બે પોસ્ટર રિલીઝ કર્યા છે. 

Join Our WhatsApp Community

 

 શાહરુખ ખાને રિલીઝ કર્યા ડંકી ના બે પોસ્ટર 

શાહરુખ ખાને તેની ફિલ્મ ડંકી ના બે પોસ્ટર શેર કર્યા છે. પહેલા પોસ્ટર માં શાહરૂખ ખાન સ્કૂટર પર જોવા મળી રહ્યો છે. તેની પાછળ તાપસી પન્નુ અને વિક્રમ કોચર બેઠા છે. તો તેનો ત્રીજો મિત્ર સાયકલ પર જોવા મળે છે. ‘ડિંકી’ના આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, ‘તમારા પ્રિયજનો સાથે દિવાળી ઉજવો.’ સાઇકલ પર હાર્ટ શેપમાં ‘હેપ્પી દિવાળી’નું પોસ્ટર પણ છે. બીજા પોસ્ટર માં પોસ્ટરમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર કલાસરૂમ માં જોવા મળે છે. આ બધા મિત્રોના હાથમાં પુસ્તકો છે. આ ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ પર લખેલું છે, ‘આ નવું વર્ષ આપણી સાથે.’ ડંકીના આ બે પોસ્ટર શેર કરતી વખતે શાહરૂખ ખાને કેપ્શનમાં લખ્યું છે કે, “આવા પરિવાર વિના દિવાળી કેવી હશે અને નવું વર્ષ કેવું હશે? ખરી મજા તો સાથે ફરવા, સાથે રહેવામાં અને સાથે મળીને ઉજવવામાં છે. ડંકીની પુરી દુનિયા આ ઉલ્લુ ના પઠ્ઠા છે.”


શાહરુખ ખાન ની ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ થી પહેલી વખત રાજકુમાર હીરાની અને શાહરુખ ખાન  સાથે કામ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચોઃ Don 3: શાહરુખ ખાને ડોન ની ભૂમિકા માટે ના પાડ્યા પછી રણવીર સિંહ ની ડોન 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી,જાણો તે એક્ટ્રેસ વિશે

KSBKBT 2 Spoiler: કયુંકી માં આવશે મોટો ટ્વીસ્ટ, અંગદ ને થશે વૃંદા માટે પ્રેમનો એહસાસ, તુલસી ની સામે નોયોના કરશે આવી હરકત, જાણો શો ના આવનાર એપિસોડ વિશે
Shahrukh Khan: શાહરુખ ખાને માની કાજોલ ની વાત,કમલ હાસન થી લઈને અક્ષય કુમાર સુધી ને આપ્યા મજેદાર જવાબ
Madhuri Dixit: માધુરી દીક્ષિતના વર્તનથી રોષે ભરાયા ટોરોન્ટો ના ફેન્સ, જાણો કેમ કરી લીગલ એક્શનની માંગ
Baahubali The Eternal War: એપિક પછી હવે એનિમેટેડ અવતારમાં આગળ વધશે ‘બાહુબલી’, રિલીઝ થયું ‘બાહુબલી: ધ ઇટર્નલ વોર’ નું ટીઝર
Exit mobile version